મકરપુરાના વેપારીના અપમૃત્યુ કેસમાં 16 મહિના પછી આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

[og_img]

  • કુલદીપે 9મી જૂન 2021ના રોજ દવા ગટગટાવીને આપઘાત કર્યો હતો
  • પુત્રના મૃત્યુના આઘાતમાંથી બહાર આવ્યા બાદ એક સપ્તાહ પછી પિતાએ ફરીયાદ આપી હતી
  • 10 ટકા વ્યાજ વસુલનારા વ્યાજખોરોને મુડી કરતા વધુ પૈસા ચુકવ્યાં છતાં ઉઘરાણી કરતા

શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતાં બીલ્ડીંગ મટરીઅલના વેપારીએ તેની પત્નીના બૉયફ્રેન્ડ સાથેના અફેર અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગત જૂન 2021માં 12 પેજની સ્યુસાઈડ નોટ લખીને કરેલી આત્મહત્યાના બનાવમાં 16 મહિના પછી માંજલપુર પોલીસે ગુનો નોંધ્યો છે. મૃતક વેપારીના પિતાએ નોંધાવેલી ફરીયાદના આધારે પોલીસે મૃતકની પત્ની તેના બોયફ્રેન્ડ અને વ્યાજખોરો સામે આત્મહત્યા કરવા માટે દુખ્મેરણાં આપવાનો ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આ કિસ્સાની હકીક્ત પ્રમાણે મૃતક કુલદીપના પિતા જીતેન્દ્રભાઈ સુરજભાન શર્મા (ઉ.વ.58)એ ફરીયાદ નોંધાવી છે. જે ફરીયાદમાં જણાવ્યુ હતુ કે, તેમના પુત્ર કુલદીપના સાડા ત્રણ વર્ષ પૂર્વે રેખા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી કુલદીપ અને રેખા અમદાવાદ ખાતે રહેતા હતા. કુલદીપ બીલ્ડીંગ મટરીઅલનો ધંધો કરતો હતો. લગ્નના ટૂંકા સમયગાળામાં જ કુલદીપને જાણ થઈ હતી કે તેની પત્નીનો એક બોયફ્રેન્ડ છે બીજી તરફ દિલીપ ભરવાડ અને હિતેશ નામના વ્યક્તિએ ક્રેડિટ ઉપર રૂ. 22 લાખનો સરસામાન ખરીદ કર્યો હતો. આ પૈસા તેઓ ચુકવતા નહોતા જેના કારણે અમુલ તેમજ જીગર પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. મુડી કરતા વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી.

ચારે તરફથી ભીંસમાં મુકાયેલો કુલદીપ ગત જૂન 2021માં વડોદરા આવ્યો હતો અને તા.9મી જૂન 2021ના રોજ કુલદીપે મકરપુરા રોડ, કોન્વેન્ટ સ્કુલ પાસેના બાંકડા ઉપર બેસીને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. કુલદીપને સારવાર માટે સયાજી અને ત્યારબાદ ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો. સ્યુસાઈડ નોટ લખીને દવા ગટગટાવી હોવાનું કુલદીપે હોસ્પીટલમાં ડાઈંગ ડેક્લેરેશન લખાવ્યુ હતું. આ દરમીયાન તેનું મોત થયું હતું.

કુલદીપના અપમૃત્યુના એક અઠવાડીયા પછી પિતાએ જૂન-021માં જ માંજલપુર પોલીસ સ્ટેશનમાં લેખીત ફરીયાદ આપી દીધી હતી. આજે 16 મહિના પછી પોલીસે જવાબદારો સામે આત્મહત્યા કરવા માટે દુચ્ચેરણા આપવાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

આરોપીઓની યાદી

  1. રેખા કુલદીપ શર્મા (હે, કલ્પતરુપાર્ક, ગાંધીનગર) (પુત્રવધુ)
  2. ગૌરવ બલવીંદર સીંગ થીંદ ( રે, ચાંદખેડા, અમદાવાદ), (પુત્રવધુનો બોયફ્રેન્ડ)
  3. જીગર મહાદેવ રબારી ( રહે, છારોલી, નીરમા યુનિ પાછળ, એસ.જી. હાઈવે,અમદાવાદ), (વ્યાજખોર)
  4. અમુલ ગેમર દેસાઈ (રહે. ડેસર એવાંટા, છારોલી, એસ જી. રોડ અમદાવાદ)
  5. દિલીપ લઘુ ભરવાડ (રહે, કાળીયાપુરા,ધોળકા,અમદાવાદ)
  6. અમીત લીલા દેસાઈ (હે, કેસર એવાંટા છારોથી, એસ.જી. હાઈવે,અમદાવાદ) (ક્રેડિટ ઉપર મેટરીઅલ ખરીદીને પૈસા નહીં ચુક્વારા)

12 પેજની સ્યુસાઈડ નોટ લખી હતી

પત્નીએ મને દગો કર્યો છે. બૉયફ્રેન્ડ સાથે રીલેશન છે વ્યાજખોરો પણ મારા મોત માટે જવાબદાર છે લદીપે ઝેરી દવા ગટગટાવતા પહેલાં ગુજરાતી, હિંદી અને ઈંગ્લીશ ભાષામાં 12 પેજની સ્યુસાડ નોટ લખી હતી. જે સ્યુસાઈડ નોટમાં લખ્યુ હતુ કે, પપ્પા આઈ લવ યુ, આઈ એમ સોરી, મેરે જાને કે બાદ મેરે પરીવાર કા ધ્યાન રખના, મેરે પાપાને કહાથા અમદાવાદ મત જા પર મેને ઉનકી નહીં સુની, મુઝે નહીં પતા થા અમદાવાદ જા કે મેરે સાથ યે સબ હોગા, મેં પૈસો સે તુટ ગયા હું. અમુલભાઈ લોગો સે વીક્લી 1૦ ટકા વ્યાજ પે પૈસે લીધે છે. તો 2૦ લાખ સૂકા દીયે હૈ ફીરભી ઉન લોગોને મુઝે મારપીટ કી ઔર જબરજસ્તીસે એગ્રીમેન્ટ પે સાઈન કરવા લી હૈ. મુઝે ઓર મેરી વાઈફ કો ડરાયા, ઓર યે મે સહ નહીં પાયા, મેરે મરને લીયે યે લોક ભી જીમેદાર હૈ. પત્નીએ મને દગો કર્યો છે. પત્નીના તેના બૉયફ્રેન્ડ સાથે રીલેશન છે. દિલીપ ભરવાડ અને હિતેશે મારી પાસેથી રૂ.22 લાખનો બીલ્ડીંગ મટરીઅલનો સામાન ક્રેડિટ ઉપર લીધો હતો અને પૈસા ચુકવ્યા નથી. જેના કારણે અમુલ અને જીગર પાસેથી એક અઠવાડીયાના 1૦ટકા વ્યાજે પૈસા લીધા હતા. મુડી કરતાં વધુ રકમ ચુકવી દીધી હોવા છતાં વધુ પૈસાની ઉધરાણી કરવામાં આવે છે. મારી પાસેથી બળજબરી પૂર્વક લખાણ લીધુ છે. આ લોકોના દબાપાના કારણે હું ઝેરી દવા પીને આત્મહત્યા કરુ છુ. તમે આ લોકોને છોડતા નહીં.

أحدث أقدم