الصفحة الرئيسيةBreaking News લાલ ઑફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળેલી રકુલપ્રીત સિદ્ધાર્થ સાથે બિગ બોસ 16માં જોવા મળી byAPI Publisher -أكتوبر 16, 2022 0 રકુલપ્રીત સિંહની એક્ટિંગની સાથે સાથે તેની ફેશનના પણ દરેક લોકો દીવાના છે. હાલમાં જ તેણે સુંદર લાલ ડ્રેસમાં ચાહકોને ક્લીન બોલ્ડ કરી દીધા છે. ઑક્ટો 16, 2022 | 10:53 AM TV9 ગુજરાતી | સંપાદિત: નિરુપા દુવા ઑક્ટો 16, 2022 | 10:53 AM રકુલપ્રીત સિંહ અને સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાની ફિલ્મ થેન્ક ગોડના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં લાલ રંગના ઓફ શોલ્ડર ડ્રેસમાં રકુલપ્રીત સિંહ સ્પોર્ટ થઈ હતી. દબંગ હોસ્ટ સલમાન ખાન શનિવારના એપિસોડમાં રકુલપ્રીત સિંહ અને સિદ્ધાર્થ જોવા મળ્યા હતા. કલર્સ ટીવીના બિગ બોસ 16માં બંન્ને સાથે મળી સલમાન ખાન સાથે મજાક મસ્તી કરી હતી. હાલમાં રકુલપ્રીતે પોતાનો 32મો જન્મદિવસ મનાવ્યો છે. ફિલ્મ થેન્ક ગોડમાં રકુલપ્રીત અને સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે અજય દેવગન પણ જોવા મળી રહ્યો છે. માત્ર થેન્ક ગોડ જ નહિ પરંતુ આ મહિને રકુલપ્રીતની અન્ય એક ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે. આયુષ્માન ખુરાનાની સાથે રકુલપ્રીત ડોક્ટર જીમાં જોવા મળી રહી છે. રકુલપ્રીત અને સિદ્ધાર્થની ફિલ્મ થેન્ક ગોડને લઈ કેટલાક લોકો નારાજ છે. આ ફિલ્મને લઈ કેટલાક લોકએ ફરિયાદ પણ કરી છે સૌથી વધુ વાંચેલી વાર્તાઓ