الأحد، 23 أكتوبر 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» 18 લાખ દીવડાઓથી ઝગમગી ઉઠયુ અયોધ્યા, PM Modiની હાજરીમાં લાગ્યા જય જય શ્રી રામના નારા
ઑક્ટો 23, 2022 | 9:10 PM
TV9 ગુજરાતી | સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા
ઑક્ટો 23, 2022 | 9:10 PM
દીપોત્સવની ઉજવણી માટે વડાપ્રધાન મોદી અયોધ્યા પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે રસ્તાના કિનારે ઉભેલા સેંકડો તેમના પર ફૂલની પાંખડીઓ વરસાવતા રહ્યા. વડાપ્રધાન મોદીએ પણ હાથ મિલાવીને લોકોનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા.
વડાપ્રધાન મોદીએ રામ મંદિરમાં શ્રી રામના દર્શન અને પૂજા-અર્ચન કર્યુ હતુ. તેઓ બની રહેલા ભવ્ય રામ મંદિરના ગર્ભ ગૃહના નિર્માણને નિહાળવા પણ પહોંચ્યા હતા. તેમણે રામાયણના ભજવી રહેલા કલાકારોના પૂજા-અર્ચન કરીને રામનું રાજ્યાભિષેક પણ કર્યો હતો.
દિવાળીના પાવન અવસર પર અયોધ્યા 18 લાખ દીવડાઓથી ઝગમગી ઉઠી હતી.
આ અવસરે સરયૂ તટ પર 15 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આ દીવડા 22000 જેટલા સ્વંયસેવકો દ્વારા પ્રગટાવવામાં આવ્યા હતા. આ દીવડા આખા દેશમાંથી આવ્યા હતા. આ દીવડાઓમાં 1.5 લાખ દીવા ગાયના છાણના બનેલા હતા.
સરયૂના તટ પર આ અવસરે ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.