[og_img]
- દેશભરમાં સપ્ટેમ્બર મહિનાની ‘પોષણમાહ’ તરીકે ઉજવણી
- આરોગ્ય ચકાસણી કરી બાળકોને ઇનામો અપાયા
- રાજકોટ મહાપાલિકાના ICDS વિભાગ દ્વારા કરાઈ ઉજવણી
મહિલા અને બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય પરત્વેની પ્રવૃતિઓ વધુ સઘન રીતે અમલમાં આવી શકે અને તેની ફલશ્રૃતી થઈ શકે તે હેતુથી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષની જેમ વર્ષ-2022ના સપ્ટેમ્બર માસને ‘પોષણમાહ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.
ભારત સરકારની સુચના અને ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ હાલ રાજકોટ મહાનગરપાલિકાના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ‘પોષણમાહ’ ની ઉજવણી દરેક આંગણવાડીઓ ખાતે કરવામાં આવે રહી છે. ‘પોષણ પરત્વેની જાગૃતિ’ થીમ બઈઝ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારની કચેરીના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના મળેલ પત્રમાં જણાવ્યા મુજબ પોષણમાહ 2022 ની ઉજવણીના ભાગ રૂપે સ્વસ્થ બાળક સ્પર્ધા નું આયોજન કરવા સૂચવવામાં આવેલ છે. સ્પર્ધામાં આંગણવાડીના બાળકોને ભાગ લેવાનો હોય અને સરકારની કચેરીથી મળેલ રૂપરેખા પ્રમાણે કાર્યવાહી કરેલ હતી.
સરકારની કચેરીના પત્ર અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના અર્બન ICDS વિભાગે સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન તા.30/09/2022 ના રોજ પરિક્ષિત બાલવાડી ઇગલ પેટ્રોલ પંપની સામે કુમાર છાત્રાલયના કમ્પાઉન્ડમાં સવારે 10:00 કલાકે રાખવામા આવી હતી. સ્વસ્થ બાળ વિજેતા જાહેર કરતા પહેલા કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે સેજા કક્ષાની આંગણવાડીઓ ખાતે સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 6 માસ થી 5 વર્ષના સેજા કક્ષાના તમામ બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો જે તમામની આરોગ્ય શાખાની ટીમ દ્વારા જરૂરી તપાસ કરવામાં આવેલ હતી.
સેજા કક્ષાએ વિજેતા બાળકો માટેની સ્પર્ધાનું આયોજન તા. 30/09ના રોજ કરવામાં આવેલ છે જેમાં સેજા કક્ષા એ વિજેતા બાળકોને 7 માસ થી 3 વર્ષ અને 3 વર્ષ થી 5 વર્ષ બાળકોને બે ગૃપમાં ભાગ પાડવામાં આવેલ અને તમામ ગૃપમાંથી વિજેતા બાળકોને 1 થી 3 નંબર આપવામાં આવેલ છે તેમજ તમામ વિજેતા બાળકોને ઇનામ આપવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના કાર્યરત ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનના 6 બાળકોને ઈનામો અપાયેલ છે અને રાજકોટ શહેરના કુલ-18 સ્વસ્થ બાળકોને ઈનામો આપવામાં આવેલ છે. તેમજ ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહક ઈનામ પણ આપવામાં આવેલ છે.
કાર્યક્રમમાં હાજર તમામ બાળકો તથા વાલીઓને પ્રોત્સાહન આપવા રાજકોટ શહેરના શાસકપક્ષના નેતા વિનુભાઈ ધવા, રાજકોટ શહેરના ડેપ્યુટી મેયર દર્શિતાબહેન શાહ તેમજ શુશિ કલ્યાણ વિભાગના ચેરમે ન જ્યોત્સનાબહેન ટીલાળા ખાસ ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈ.સી.ડી.એસ. શાખા અધિકારી રાજશાખા, સી.ડી.પી.ઓ. મનિષાબા ઝાલા, તૃપ્તીબહેન કામલીયા તેમજ તમામ સેજાના સુપરવાઈઝર અને આંગણવાડી વર્કર-હેલ્પર ઉપસ્થિત હતા.