ભાજપ આ બેઠક પર 1998 બાદ જીતી શક્યુ નથી, આ વખતે જીતવા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ ધારાસભ્યને આપી ટિકિટ

1998થી જે બેઠક પર ભાજપ જીત્યુ નથી, તે બેઠક પર કોંગ્રેસથી ભાજપમાં આવેલા ધારાસભ્યને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે હવે જોવાનુ એ છે કે, આ ચૂંટણીમાં કોંગ્રેસના આયાતી ઉમેદવાર ભાજપને જીત અપાવી શકે છે કે નહીં ?

ભાજપ આ બેઠક પર 1998 બાદ જીતી શક્યુ નથી, આ વખતે જીતવા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ ધારાસભ્યને આપી ટિકિટ

હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની 68 બેઠક માટે, આગામી 12મી નવેમ્બરના રોજ ચૂંટણી (હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022) યોજાનાર છે. હિમાચલ પ્રદેશની 68 પૈકી એક બેઠક એવી છે કે, જ્યા ભાજપ છેલ્લા 24 વર્ષથી જીતવા માટે મહેનત કરી રહ્યું છે. હિમાચલ પ્રદેશની કાંગડા વિધાનસભા બેઠક (કાંગડા બેઠક)કાંગડા જિલ્લામાં આવે છે, જ્યાં 1982 થી 1998 સુધી ભાજપનું વર્ચસ્વ હતું, પરંતુ તે પછી ભાજપ આ બેઠક પરથી જીત મેળવવા માટે તલપાપડ છે. હાલ અહીંથી કોંગ્રેસના પવનકુમાર કાજલ (પવન કુમાર કાજલ) ધારાસભ્ય છે. જો કે પવનકુમાર હવે ભાજપમાં જોડાઈ ગયા છે. એકવાર અપક્ષ તરીકે અને બીજીવાર કોંગ્રેસમાંથી કાંગડા બેઠક પરથી જીતનાર પવનકુમાર હવે ભાજપને જીત અપાવે છે કે નહી તે તો આગામી 8 ડિસેમ્બરે જ જાણી શકાશે.

કાંગરા જાણો

આ વિસ્તારને કટોજ રાજાઓની કર્મભૂમિ કહેવામાં આવે છે, અગાઉ તેનું નામ નગરકોટ હતું, તેને રાજા સુસર્માચંદે વસાવ્યું હતું, 6ઠ્ઠી સદીમાં આ શહેર કોટ જલંધર અથવા ત્રિગર્તા રાજ્યની રાજધાની ગણાતું હતું.

જાણો, છેલ્લી પાંચ વિધાનસભા ચૂંટણીના આંકડા

1998: આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિદ્યાસાગર જીત્યા, તેમણે કોંગ્રેસના ઉમેદવાર દોલત ચૌધરીને હરાવ્યા હતા.

2003: આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેન્દ્ર કુમારે જીત મેળવી અને ભાજપના ઉમેદવાર રતન લાલને હરાવ્યા હતા.

2007: વિધાનસભાની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર સંજય ચૌધરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ચૌધરી સુરેન્દ્ર કાકુને હરાવ્યા હતા.

2012: વિધાનસભા માટે 2012માં યોજાયેલી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર પવન કાજલ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી સુરેન્દ્ર કુમારને હરાવ્યા હતા. પવન કાજલને 14,632 વોટ મળ્યા હતા અને સુરેન્દ્ર કુમારને 14,069 વોટ મળ્યા. વોટ શેરની વાત કરીએ તો અપક્ષ ઉમેદવારનો વોટ શેર 29 % અને કોંગ્રેસનો 27.88 % હતો.

2017: પવન કુમાર કાજલ ભાજપના ઉમેદવાર સંજય ચૌધરીને હરાવીને કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. પવન કુમારને 25,549 વોટ મળ્યા, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંજય ચૌધરીને 19,341 વોટ મળ્યા. વોટ શેરની વાત કરીએ તો કોંગ્રેસનો વોટ શેર 43.7 % હતો જ્યારે ભાજપનો વોટ શેર 33.8 % હતો.

2022: આ ચૂંટણીમાં, કાંગડા બેઠકના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે, હકીકતમાં ભાજપે કોંગ્રેસ ધારાસભ્ય પવન કાજલને ટિકિટ આપી છે, જે ગત વખતે અહીંથી જીત્યા હતા. જ્યારે કોંગ્રેસે સુરેન્દ્ર સિંહ કાકુને ઉમેદવાર બનાવ્યા છે, તો આમ આદમી પાર્ટીએ અહીંથી રાજ કુમાર જસવાલને ટિકિટ આપી છે. આમ હવે જોવાનુ એ છે કે, 1998થી જે બેઠક પર ભાજપ જીત્યુ નથી તે બેઠક પર કોંગ્રેસથી ભાજપમાં આવેલા ઉમેદવાર આ ચૂંટણીમાં ભાજપને જીત અપાવી શકે છે કે નહીં

જાતિય સમીકરણ

આ વિસ્તાર ઓબીસી પ્રભુત્વ ધરાવતો મતવિસ્તાર છે, દરેક ચૂંટણીમાં અહીં ગીરથ જ્ઞાતિના લોકોએ પોતાનો પ્રભાવ બતાવ્યો છે. જો કે રાજપૂત અને બ્રાહ્મણ મતદારો પણ નોંધપાત્ર સંખ્યામાં છે.

કુલ મતદારો – 80223 પુરુષ – 40326 સ્ત્રી – 39897