2 કરોડમાં વેચાયેલા બકરાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, તેની ખાસિયત જાણી દંગ રહી જશો | Goat sold for 2 crores set a world record you will be amazed to know its features

Most Expensive Sheep: દુનિયામાં કોઈક દેશમાં એક બકરી તેની ખાસિયતને કારણે 2 કરોડમાં વેંચાઈ છે. આ વાત જાણી લોકો દંગ રહી ગયા છે. અને નવાઈની વાત તો એ છે કે તેણે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે.

2 કરોડમાં વેચાયેલા બકરાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, તેની ખાસિયત જાણી દંગ રહી જશો

Goat sold for 2 crores

Image Credit source: File photo

Most Expensive Sheep in World: દુનિયામાં આપણી આસપાસ આપણને ઘણીબધી વસ્તુ જોવા મળે છે. કેટલીક વસ્તુ આપણને ખુબ સુંદર લાગે છે અને કેટલીક વસ્તુ મામૂલી લાગે છે પણ આ જ મામૂલી વસ્તુ કેટલીકવાર અમૂલ્ય સાબિત થતી હોય છે. તમે પ્રાણીઓના માંસમાંથી બનાવાતા ભોજન વિશે તો સાંભળ્યુ જ હશે. તેની સાથે સાથે દેશ-વિદેશમાં પ્રાણીઓની ખરીદી-વેચાણ પણ થાય છે પણ કેટલાક પ્રાણીની  એટલી કિંમત હોય છે જે આખી દુનિયાને આશ્ચર્યમાં મુકી દે છે. હાલમાં એક બકરી (Goat) તેની કિંમતને કારણે ચર્ચામાં છે. તેણે કેટલાર વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી દીધા છે.

આ વાત ઓસ્ટ્રેલિયાની છે. અહીં કેટલાક લોકોએ મળીને એક બકરી ખરીદી, જેની કિંમત હતી 2 કરોડ રુપિયા. આ બકરી એલીટ ઓસ્ટ્રેલિયન વ્હાઈટ સિંડિકેટના 4 લોકોએ મળીને 2 કરોડ જેવી રકમમાં ખરીદી છે. આ બકરીના માલિકને આ કિંમત વિશે પહેલીવારમાં ભરોસો જ ન થયો. તેના માલિકે જણાવ્યુ કે તેને આશા ન હતી કે આ બકરીની આટલી કિંમત મળશે.

આ છે બકરીની ખાસિયત

સૌ કોઈ આ બકરીની કિંમત જાણીને તેની ખાસિયત વિશે જાણવા આતુર થઈ રહ્યા છે. જણાવી દઈએ કે આ બકરી એક ખાસ પ્રજાતિની બકરી છે. આવી બકરીની માંગ ખુબ વધારે હોય છે. તે બકરીમાં જોવા મળતા મોટા ફર બાકી બકરીઓમાં ઓછા જોવા મળે છે. આ ખાસ પ્રજાતિની બકરીનો ઉપોયગ મીટ માટે કરવામાં આવે છે. તેનો ઉપયોગ બાકીની બકરીની પ્રજાતિઓમાં સુધારો લાવવા પણ થઈ શકે છે.

બકરી એ બનાવ્યો આ રેકોર્ડ

ઓસ્ટ્રેલિયાના સેન્ટ્રલ ન્યૂ સાઉથ સેલમાં વેચાયેલી આ બકરીએ ગયા વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ 2021માં એક બકરી લગભગ 1.35 કરોડમાં વેચાઈ હતી. આ આંકડા એ વાતની સાબિતી આપે છે. ઓસ્ટ્રેલિયામાં બકરી ઉછેરનો ધંધો કેટલો વધારે છે. એક અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે જે બકરીના શરીરમાં ઓછા ફર હોય છે. તે ઓસ્ટ્રેલિયન વાતાવરણમાં બિલકુલ સારા હોય છે. આ પ્રજાતિની બકરીનું ધ્યાન રાખવુ ખુબ સરળ હોય છે. તેમનો વિકાસ બાકીની બકરીઓ કરતા વધારે ઝડપી અને પ્રમાણમાં સારો થાય છે. આ બકરીના ખરીદારો એ જણાવ્યુ છે કે ગિલમોરની આ બકરીના જેનેટિક્સનો ઉપયોગ કરીને બાકીની બકરીની જાતિઓને સુધારવામાં મદદ મળશે. આ કામ માટે આવનારા સમયમાં આ કિંમત કરતા વધારે કિંમતમાં પણ બકરીઓ વેચાઈ શકે છે.