જામનગરમાં પહેલી વખત વડાપ્રધાન મોદીનો રોડ-શો, 20 હજારથી વધુની જનમેદની ઉમટી

[og_img]

  • દિગ્જામ સર્કલથી રોડ-શો શરુ થયો
  • રોડ શોમાં 20,000થી વધુની જનમેદની ઉમટી પડી
  • સભા સ્થળે એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે

જામનગરમાં PM મોદીનો ભવ્ય રોડ-શૉ યોજાયો છે. વડાપ્રધાનના રોડ શોમાં 20,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા છે. આ રોડ શો જામનગરના દિગ્જામ સર્કલથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી યોજાયો રહ્યો છે. રોડ શોના રૂટમાં 12 સ્થળોએ કલાકારો વિવિધ પ્રકારની કલાકૃતિઓ રજુ કરી રહ્યા છે. વડાપ્રધાનના રોડ શોને લઈને સાત રસ્તાથી ટાઉનહોલ સુધીનો રસ્તો 27 કલાક માટે બંધ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન 1462 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરવા માટે જામનગર પધાર્યા છે.

રોડ શો દરમિયાન ભગીરથ સુરેશચંદ પૂંજાની નામના કલાકારે વડાપ્રધાન મોદીને તેમનું સુંદર મજાનું પેઈન્ટીંગ ગિફ્ટ આપ્યું હતું. વડાપ્રધાનના આગમનને પગલે જામનગર શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. રોડ શોના માર્ગમાં ઉભેલા લોકો મોદી મોદીના નારા લગાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખ્નીય છે કે રોડ શો બાદ વડાપ્રધાન સભાને સંબોધન કરશે.  

أحدث أقدم