વર્ષ 2001ના ગોઝારા ભૂકંપમાં મૃતક મહિલાના વારસદારોને શોધવા સુચના

[og_img]

  • મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ભુજમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકની સ્થાપના કરાઈ
  • પાદરાના એક મહિલા ગોહિલ શર્મિષ્ઠાબેનના પરિજનોની કોઈ ભાલ નથી
  • મૃતક શર્મિષ્ઠાબેનના પરિજનોને મામલતદાર કચેરીનો સંપર્ક કરવા આહવાન

વર્ષ 2001માં આવેલ મહાવિનાશક ભૂકંપના લીધે મુખ્યત્વે કચ્છ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માનવ મૃત્યુ નોંધાયા હતા. રાજ્ય સરકારે ધરતીકંપના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ભુજમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયની સ્થાપના કરી છે.

રાજ્ય સરકારના આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા ભૂકંપના મૃતકોના પરિવારજનો આ સ્થળની મુલાકાત લે, પોતાના સ્વજનની યાદમાં ત્યાં વૃક્ષારોપણ કરે અને શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાય એવું આયોજન કર્યું છે.

જોકે આ મૃતકોની પ્રમાણિત યાદીમાં પાદરાના એક મહિલા ગોહિલ શર્મિષ્ઠાબેન મહેન્દ્રભાઈના નામનો સમાવેશ જોવા મળે છે. પરંતુ, તેમના પરિવારજનોની વધુ વિગતો ઉપલબ્ધ નથી. જેને અનુલક્ષીને 2001ના ભૂકંપમાં પાદરાના મૃતક શર્મિષ્ઠાબેન ગોહિલના પરિવારજનોને તાત્કાલિક મામલતદાર કચેરી, પાદરાનો સંપર્ક કરવા કલેકટર કચેરી, વડોદરાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Previous Post Next Post