ફેક કરન્સી કૌભાંડ વિકરાળ બન્યું, વધુ 227 કરોડની નકલી નોટ મળી

[og_img]

  • કૌભાંડમાં અત્યારસુધી 310 કરોડની નોટ કબ્જે કરાઈ
  • નોટબંધી પહેલાની 500 અને 1000 જૂની ચલણી નોટો પણ મળી આવી
  •  500ના દરની 7,26,600 અને 1000ના દરની 2,93,400 નોટો પકડાઈ

દેશના સૌથી મોટું ફેક કરન્સી માંડ 100 કરોડ કરતાં પણ મોટું નીકળ્યું હતું. મંગળવારે પોલીસે વધુ 227 કરોડની નકલી નોટ કબજે કરતાં અત્યાર સુધી કબજે કરાયેલી નોટોની સંખ્યા 317 કરોડને આંબી ગઇ હતી. આ ટોળકી પાસેથી 2016 પહેલાં ચલણમાં અમલી 500 અને 1000ની પણ ફેક કરન્સી મળી આવી હતી.

સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ કૌભાંડ દેશનું સૌથી મોટું ફેક કરન્સી કૌભાંડ બનવા તરફ જઇ રહ્યું હતું. મુંબઇમાં વી.આર. લોજિસ્ટીક આંગડીયા પેઢીના સંચાલક વિકાસ જૈન આ ફેક કરન્સી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર છે. તેની ધરપકડ બાદ મુંબઇમાં આવેલાં તેના ગોડાઉનમાં પોલીસે રેઇડ કરી હતી. રેઇડ દરમ્યાન પોલીસને અહીંથી વધુ 160 કરોડ અને 4.50 લાખની ફેક કરન્સી મળી આવી હતી. આ નોટ પૈકી 2017માં ડિમોનીટાઇઝ્ડ કરાયેલી 500ના દરની 36,43,50,000ની 7,26,600 ફેક નોટ અને 1000ના દરની 2,93,400 ફેક કરન્સી મળી આવી હતી. બધુ મળીને કુલ 319 કરોડ 98 લાખ 54 હજારની ફૅક કરન્સી મળી હતી.

65.77 લાખ ઉપરની ડિમોનીટાઇઝ્ડ કરાયેલી ફેક કરન્સી અને 261.21 કરોડની નવી નોટ મળી આવી હતી. જોકે આ કૌભાંડ હજુ પણ મોટું હોઇ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી હતી. રદ્દ થયેલી 500-1000ની નોટ ભૂલથી પોતાની પાસે રહી ગઇ હોવાનું વિકાસ જૈને જણાવ્યું હતું. જૂની નોટ મળી તેનાથી આ કૌભાંડ પાંચ વર્ષ કરતાં પણ પહેલાંથી ધમધમતું હોવાના પુરાવા મળ્યા હતા.

કાયદાકીય આંટીઘૂંટીથી બચવા રિઝર્વને બદલે રિવર્સ બેન્ક લખ્યું

આ કૌભાંડની મુખ્ય ખાસિયત હતી કે આ નોટ બજારમાં ચલણ માટે નહિ પરંતુ ટ્રસ્ટને છેતરવા છાપવામાં આવતી હતી. મુખ્ય સૂત્રધાર વિકાસ જૈને છેતરપિંડી કરવાના ઇરાદે મુંબઇ ઉપરાંત ગુજરાત, મધ્ય પ્રદેશ અને દીલ્હીમાં શાખા ખોલી હતી. ટ્રસ્ટને દાન આપવાના નામે ટ્રસ્ટીઓ પાસેથી 10 ટકા ચાર્જ વસૂલી વિડીયો કોલમાં આ ફેક કરન્સીનો જથ્થો બતાવતી હતી. દાનના નામે ટ્રસ્ટ પાસેથી પ્રોસીજરના નામે માતબર રકમ પડાવ્યા બાદ નોટ ક્યારેય દાન આપતા ન હતા. કોઇક રીતે પકડાઇ જાય તે સંજોગોમાં આ બનાવટી નોટના કેસથી બચવા રિઝર્વને બદલે રિવર્સ બેન્ક લખતા અને નોટ ફિલ્મોમાં ઉપયોગ માટે હોવાનું જણાવતાં જોકે અમદાવાદથી આવેલાં રિઝર્વ બેન્કના અધિકારીઓએ આ નોટ વાસ્તવિક નોટ જેટલી જ આબેહુબ હોવાનું અને તેનાથી ભારતીય અર્થતંત્રને નુકસાન થઇ શકે તેવો અભિપ્રાય આપ્યો હતો.

ઉત્તર પ્રદેશમાં નોટ પ્રિન્ટ થઇ

આ કોભાંડનો મુખ્ય સૂત્રધાર વિકાસ જૈન હોવાનું પોલીસ જણાવી રહી છે. વિકાસ જૈને જ આ ટોળકીમાં જામનગરની દીકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના હિતેશ કોટડીયા, વરાછાના દિનેશ પોશીપા અને આણંદના વિપુલ જૈનને પોતાના કૌભાંડમાં સાથે રાખ્યા હતા. આ નોટ ઉત્તર પ્રદેશમાં છાપવામાં આવતી હતી. અહીંથી મુંબઇ વિકાસ જૈનના ગોડાઉનમાં લાવી એજન્ટોને સપ્લાય કરવામાં આવતી હતી. નોટમાં જે કાગળ વપરાયું હતું તે પણ સારી ક્વોલીટીનું હોઇ આ કૌભાંડીઓને પકડવા એક ટીમ ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી હતી.

Previous Post Next Post