السبت، 22 أكتوبر 2022

ગુજરાતમાં બદલીઓનો દોર યથાવત: 24 DEO-DPEOની કરાઇ બદલી

[og_img]

  • અમદાવાદને દોઢ વર્ષ બાદ મળ્યા નવા DEO
  • અમદાવાદ ગ્રામ્યના DEO રાકેશ વ્યાસની વડોદરામાં બદલી
  • અગાઉ 76 DySPની બદલી કરાઇ

ગુજરાતમાં હજુ તો તાજેતરમાં જ 76 DySPની બદલીના ગૃહ વિભાગે આદેશ આપ્યા છે. તદુપરાંત 24 મામલતદાર કક્ષાના અધિકારીઓના પણ તાજેતરમાં જ ટ્રાન્સફર કરવાનો ઓર્ડર કરાયો હતો. ત્યારે વધુ એક ડિપાર્ટમેન્ટમાં બદલીના આદેશ આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં ચૂંટણી પહેલા રાજ્યના 24 જેટલા DEO – DPEOની બદલી કરાઇ છે. જેમાં અમદાવાદને દોઢ વર્ષ બાદ નવા DEO મળ્યાં છે. અમદાવાદમાં દોઢ વર્ષ બાદ નવા DEO તરીકે રોહિત ચૌધરીની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના DEO રાકેશ વ્યાસની વડોદરામાં બદલી કરવામાં આવી છે.

જુઓ કોની કઇ જગ્યાએ બદલી કરાઇ?


 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.