દિલ્હી એરપોર્ટ પર યાત્રી પાસેથી 28 કરોડની 7 ઘડિયાળ જપ્ત, અધિકારીઓ પણ રહી ગયા દંગ

આ ઘડિયાળની કિંમત ખરેખર ચોંકાવનારી છે. આ ઘડિયાળની દાણચોરી કરવામાં આવી રહી હતી. કસ્ટમ વિભાગની ટીમ દ્વારા એરપોર્ટના (Delhi airport) ટર્મિનલ ટી-3 પરથી આ ભારતીય નાગરિકની ધડપકડ કરીને તેના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

દિલ્હી એરપોર્ટ પર યાત્રી પાસેથી 28 કરોડની 7 ઘડિયાળ જપ્ત, અધિકારીઓ પણ રહી ગયા દંગ

7 watches worth 28 crore seized from a passenger at Delhi airport

Image Credit source: File photo

હવાઈ યાત્રા દરમિયાન ઘણીવાર લોકો ગેરકાનૂની વસ્તુઓ લઈ જતા હોય છે. દુનિયાના ઘણા એરપોર્ટ પર રોજ ઘણી ચોંકાવનારી વસ્તુઓ યાત્રીઓ પાસેથી મળી આવતી હોય છે. હાલમાં દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગને એક ચોંકાવનારી વસ્તુ મળી છે. તેમણે કરોડોની કિંમતની વિદેશી ઘડિયાળ જપ્ત કરી છે. આવી 7 ઘડિયાળ મળી આવી છે. આ ઘડિયાળની કિંનત ખરેખર ચોંકાવનારી છે. આ ઘડિયાળની દાણચોરી કરવામાં આવી રહી હતી. કસ્ટમ વિભાગની ટીમ દ્વારા એરપોર્ટના (Delhi airport) ટર્મિનલ ટી-3 પરથી આ ભારતીય નાગરિકની ધરપકડ કરીને તેના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

4 ઓકટોબર, 2022ના રોજ દુબઈથી ઈન્ટરનેશનલ ફલાઈટ દિલ્હી આવી હતી. આ દરમિયાન આ ભારતીય યાત્રી પાસેથી કસ્ટમ વિભાગે કિંમતી ઘડિયાળ, હીરાજડિત સોનાનું બ્રેસલેટ, આઈફોન 14 પ્રો જપ્ત કર્યો છે. કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર, આ સામાનની કિંમત ઈન્ટરનેશનલ બજારમાં 28 કરોડ, 17 લાખ 97 હજાર 864 રુપિયા છે.

કલમ 110 મુજબ થશે કાર્યવાહી

કસ્ટમ વિભાગ એ કસ્ટમ એક્ટ 1962ની કલમ 110 અનુસાર આ બધી કિંમતી વસ્તુ જપ્ત કરી છે. આ કિંમતી વસ્તુ લાવનાર આરોપીની કસ્ટમ એક્ટ 1962ની કલમ 104 અનુસાર ધરપકડ કરવામાં આવી છે. ભારતની રાજધાનીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લાંબા સમય બાદ આટલી કિંમતી વસ્તુની દાણચોરી પકડાઈ છે. કસ્ટમ વિભાગ હવે એ તપાસ કરી રહી છે કે આ કિંમતી વસ્તુ ક્યાંથી, કેમ અને કેવી રીતે આવી.

કસ્ટમ વિભાગની તપાસ

કસ્ટમ વિભાગ હવે આ કિંમતી વસ્તુ પાછળનું કનેકશન શોધી રહી છે. આ કિંમતી વસ્તુ પકડીને કસ્ટમ વિભાગે મોટી સફળતા પ્રાપ્ત કરી છે. કસ્ટમ વિભાગનું માનવુ છે કે આની પાછળ ઈન્ટરનેશનલ ગેંગનો હાથ હોય શકે છે. દિલ્હી જેવા એરપોર્ટ પર આટલી કિંમતી વસ્તુ લાવવી એ ઘણી મોટી વાત છે.જો આ કિંમતી વસ્તુ કસ્ટમ વિભાગની નજરથી બચી ગયુ હોત, તો આ ગેંગ આગળ પણ આવી ગેરકાનૂની પ્રવૃતિ કરી શક્યુ હોત. આ ઘટનાથી આવી પ્રવૃતિઓ પર રોક લાગશે.

આ ઘડિયાળો થઈ જપ્ત

1.Jacob & Co (model: BL115.30a),
2.Piaget limelight stella (SI.No. 1250352 P11179),
3.Rolex oyster perpetual (Sl. No. Z7J 12418),
4.Rolex oyster perpetual (SI. No. 0C46G2 17),
5.Rolex oyster perpetual (SI. No. ZV655573),
6.Rolex oyster perpetual(Sl. No. 237Q 5385),
7.Rolex oyster perpetual (Sl. No. 86 1R9269) સાથે હીરાજડિત બ્રેસલેટ.

أحدث أقدم