રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર 3 વૈજ્ઞાનિકોને એનાયત, 21 વર્ષ બાદ ફરી એકને સન્માન મળ્યું | three scientists got the nobel prize in the field of chemistry

રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારની (Nobel Prize) જાહેરાત કરવામાં આવી છે. ક્લિક અને બાયોર્થોગોનલ કેમિસ્ટ્રીના વિકાસ માટે બુધવારે ત્રણ વૈજ્ઞાનિકોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર 3 વૈજ્ઞાનિકોને એનાયત, 21 વર્ષ બાદ ફરી એકને સન્માન મળ્યું

કેરોલિન આર. બર્ટોઝી, મોર્ટન મેલ્ડલ અને કે. બેરી શાર્પલેસ

Image Credit source: @NobelPrize

રસાયણશાસ્ત્રના (Chemistry) નોબેલ પુરસ્કારની જાહેરાત (Nobel Prize) કરવામાં આવી છે. ક્લિક અને બાયોર્થોગોનલ કેમિસ્ટ્રીના વિકાસ માટે બુધવારે ત્રણ વૈજ્ઞાનિકોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં કેરોલીન આર. બર્ટોઝી, મોર્ટન મેડલ અને કે બેરી શાર્પલેસનો સમાવેશ થાય છે. 81 વર્ષીય શાર્પલેસને પણ અન્ય બે વૈજ્ઞાનિકો સાથે 2001માં આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ક્લીક કેમિસ્ટ્રી અને બાયોર્થોગોનલ કેમિસ્ટ્રી તરીકે ઓળખાતી ટેક્નોલોજીનો વૈશ્વિક સ્તરે કોષોને ટ્રેસ કરવા અને જૈવિક પ્રક્રિયાઓને ટ્રેક કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે, એમ એવોર્ડ આપનાર સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

નિવેદન અનુસાર, બાયોર્થોગોનલ પ્રક્રિયાઓના ઉપયોગથી સંશોધકો માટે કેન્સર ફાર્માસ્યુટિકલ્સ પર સંશોધન કરવાનું સરળ બન્યું છે, જેનું ક્લિનિકલ ટ્રાયલ્સમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ એવોર્ડ રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ દ્વારા આપવામાં આવે છે. ઇનામમાં મેડલ અને 10 મિલિયન સ્વીડિશ ક્રાઉન અથવા $915,072 છે અને 10 ડિસેમ્બરના રોજ એક કાર્યક્રમમાં રોકડમાં આપવામાં આવશે.

મેડિસિન અને ક્વોન્ટમ ફિઝિક્સ માટે નોબેલ

નોબેલ પુરસ્કાર 2022 3 ઓક્ટોબરના રોજ તબીબી ક્ષેત્રમાં નામની જાહેરાત સાથે શરૂ થયો છે, જ્યાં આ વર્ષે એક સ્વીડિશ વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. નિએન્ડરથલ ડીએનએ પર તેમની શોધ માટે તેમને આ એવોર્ડ મળ્યો છે. 4 ઑક્ટોબરે, ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી.

ક્વોન્ટમ ફિઝિક્સમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે આ વર્ષે ત્રણ વૈજ્ઞાનિકોને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. જેમાં ફ્રાન્સના એલેન એસ્પેક્ટ, અમેરિકાના જ્હોન એફ ક્લોઝર અને ઓસ્ટ્રિયાના એન્ટોન ઝીલિંગરનો સમાવેશ થાય છે જેમને સંયુક્ત રીતે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હવે ગુરુવારે સાહિત્યનું નોબેલ પુરસ્કાર આપવામાં આવશે. નોબેલ શાંતિ પુરસ્કાર શુક્રવારે જાહેર કરવામાં આવશે, જ્યારે અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત 10 ઓક્ટોબરે કરવામાં આવશે.

સ્વીડનના સ્વાંતે પાબોને (svante paabo) ફિઝિયોલોજી – મેડિસિનનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. તેમને આ પુરસ્કાર વિશ્વમાંથી લુપ્ત થઈ રહેલ હોમિનિન અને માનવ ઉત્ક્રાંતિના જિનેટિક્સ (જીનોમ) સંબંધિત તેમની શોધ માટે આપવામાં આવ્યો છે.પાબો પેલેઓજેનેટિક્સના સ્થાપકોમાંના એક છે જેમણે નિએન્ડરથલ જીનોમ પર વ્યાપકપણે કામ કર્યું છે. તેઓ જર્મનીના લેઇપ્ઝિંગમાં મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇવોલ્યુશનરી એન્થ્રોપોલોજી ખાતે મેન્જેનેટિક્સ વિભાગના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.

أحدث أقدم