વાયરલ વીડિયો: 3 શિક્ષક વચ્ચે થઈ ભયંકર બબાલ, વિદ્યાર્થીઓ પણ રહી ગયા દંગ | Viral video uttarpradesh Terrible quarrel between 3 teachers students were stunned

કેટલાક શિક્ષકોની હરકત એવી વિચિત્ર હોય છે કે વાલી પણ વિચારે છે કે, મારા બાળકો આવા શિક્ષક પાસે ભણે છે. હાલમાં આવા જ વિચિત્ર શિક્ષકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. તેને જોઈ સૌ કોઈ દંગ રહી ગયા છે.

વાયરલ વીડિયો: 3 શિક્ષક વચ્ચે થઈ ભયંકર બબાલ, વિદ્યાર્થીઓ પણ રહી ગયા દંગ

Viral video

Image Credit source: Twitter

Teachers clashed in the classroom : શિક્ષકનું સ્થાન દરેક વ્યક્તિના જીવનમાં મહત્વનું હોય છે. તેમની પાસેથી તે ઘણુ બધુ શીખતો હોય છે. તેમના વ્યવહાર પર વ્યક્તિ પ્રેરણા લેતો હોય છે પણ હાલમાં કેટલાક શિક્ષકોની હરકતો જોઈ વાલીઓ પણ શરમમાં મુકાય છે. કેટલાક શિક્ષકોની હરકત એવી વિચિત્ર હોય છે કે વાલી પણ વિચારે છે કે, મારા બાળકો આવા શિક્ષક પાસે ભણે છે. હાલમાં આવા જ વિચિત્ર શિક્ષકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. તેને જોઈ સૌ કોઈ દંગ રહી ગયા છે.

આ ઘટના 2 ઓકટોબરના રોજ ઉત્તરપ્રદેશના હમીરપુરની એક માધ્યમિક શાળામાં બની હતી. આ વીડિયોમાં તમને થોડી સેકેન્ડની જ લડાઈ જોવા મળશે પણ આ લડાઈ 45 મિનિટ સુધી ચાલી હતી. 3 શિક્ષકો વચ્ચે એવી બબાલ થઈ કે તેમના વિદ્યાર્થીઓ પણ જોઈ દંગ રહી ગયા. કેટલાક વિદ્યાર્થીઓએ તેમને છોડાવવાનો પ્રયત્ન પણ કર્યો. તેઓ પણ નિષ્ફળ રહ્યા. તેમાં 2 શિક્ષકો એક જ પક્ષમાં દેખાયા, જે 1 શિક્ષક સામે એક પછી એક લડી રહ્યા હતા. તેઓ આ લડાઈને પોતાના કેમેરામાં પણ કેદ કરી રહ્યા હતા. ગાંધી જંયતીના કાર્યક્રમના આયોજન સમયે કોઈ બાબતે તેઓ વચ્ચે આ લડાઈ થઈ હતી. મળતી માહિતી અનુસાર આ ત્રણેય શિક્ષકોને હાલ સસ્પેન્ડ કરાયા છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Ahmed Khabeer નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર આ વીડિયો ભારે શેયર થઈ રહ્યો છે. સોશિયલ મીડિયો યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ શિક્ષકો તો વિદ્યાર્થીઓનો મારમારીનો પાઠ શીખવી રહ્યા છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે , શરમ કરો વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો શિક્ષકોની આ હરકતો ભારે વિરોધ કરી રહ્યા છે.

Previous Post Next Post