દેશના આ રાજ્યે, રમી-પોકર સહીતની ઓનલાઈન ગેમ પર મૂક્યો પ્રતિબંધ, રમતા પકડાશે તો થશે 3 વર્ષની જેલ

AIGF કહે છે કે આવા નિયંત્રણો રાજ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. આવા નિયમો બાદ લોકો ઓફશોર વેબસાઈટનો ઉપયોગ કરવાનું શરૂ કરશે.

દેશના આ રાજ્યે, રમી-પોકર સહીતની ઓનલાઈન ગેમ પર મૂક્યો પ્રતિબંધ, રમતા પકડાશે તો થશે 3 વર્ષની જેલ

online games (Symbolic image)

તમિલનાડુ સરકારે (Tamil Nadu Government) રાજ્યમાં ઓનલાઈન જુગાર (Online Gambling) પર પ્રતિબંધ અને ઓનલાઈન ગેમિંગને (Online Gaming) નિયંત્રિત કરવાનો નિર્ણય લીધો છે. શનિવારે રાજ્યપાલ આરએન રવિએ રાજ્ય સરકારના વટહુકમને મંજૂરી આપી હતી, ત્યારબાદ નિયંત્રણો અને નિયમો લાગુ કરવામાં આવ્યા છે. પ્રતિબંધોમાં ઓનલાઈન જુગાર, પૈસા લગાવીને રમાતી ઓનલાઈન રમતો (જેમ કે રમી અને પોકર), સીધી કે આડકતરી રીતે રમત માટે પ્રેરે તેવી કોઈપણ પ્રકારની જાહેરાતનો પણ સમાવેશ થાય છે.

તમિલનાડુ સરકારના નિયમો અનુસાર, કોઈપણ બેંક અથવા પેમેન્ટ ગેટવે આવા વ્યવહારોને મંજૂરી આપી શકશે નહીં. રાજ્ય કેબિનેટે વટહુકમના ડ્રાફ્ટને મંજૂરી આપ્યા બાદ 1 ઓક્ટોબરે આ ફાઇલ રાજભવનને મોકલવામાં આવી હતી. નિયમોમાં એ પણ સમાવેશ છે કે સ્થાનિક ઓનલાઈન ગેમ્સ રમાડનારે આવી સેવાઓ પ્રદાન કરવા માટે નોંધણી કરાવવી પડશે. નિયમો મુજબ, રાજ્યમાં કોઈ પણ ઓનલાઈન ગેમ્સ રમાડનાર ઓનલાઈન ગેમિંગ સેવા પૂરી પાડી શકે નહીં સાથોસાથ નાણાં અથવા કોઈપણ પ્રકારના હિસ્સાની માંગણી કરવામાં આવી હોય, તેવી કોઈપણ પ્રકારની આવી રમતો રમવા માટે પ્રેરિત પણ કરી શકશે નહીં.

ગેમિંગ ફેડરેશન વિરોધ

બિન-સ્થાનિક રમત રમાડનારને પણ આ પ્રતિબંધ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેઓ પણ રાજ્યમાં આવી સેવાઓ પ્રદાન કરી શકતા નથી. ઓલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશન (AIGF) એ તામિલનાડુ સરકારને વટહુકમ પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. AIGF કહે છે કે આવા નિયંત્રણો રાજ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. આવા નિયમો બાદ લોકો ઓફશોર વેબસાઈટનો ઉપયોગ કરવાનું શરૂ કરશે. ગેમિંગ ફેડરેશને સરકારના નિયમનને મદ્રાસ હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન ગણાવ્યું હતું, જેણે આવા કાયદાને “રદ” કર્યો હતો.

ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

નવા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ વ્યક્તિગત રીતે આ નિયમોનું ઉલ્લંઘન કરતી અથવા જાહેરાત કરતી પકડાય છે, તો તેને ત્રણ વર્ષ સુધીની જેલની સજા થશે અને તે 5 લાખ રૂપિયાનો દંડ પણ ચૂકવવા માટે જવાબદાર રહેશે. આ સિવાય જો કોઈ ગેમ પ્રોવાઈડરના નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાય તો તેને ત્રણ વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.

Previous Post Next Post