ઓસ્ટ્રેલિયાએ વિન્ડીઝને 31 રનથી હરાવ્યું, T20 શ્રેણી 2-0થી જીતી

[og_img]

  • વિન્ડીઝ સામે બે T20 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાનું ક્લીન સ્વીપ
  • ડેવિડ વોર્નર અને ટિમ ડેવિડની શાનદાર ઇનિંગ્સ
  • મિચેલ સ્ટાર્કે વિન્ડીઝની ચાર વિકેટ ઝડપી

ઓસ્ટ્રેલિયાએ બીજી T20Iમાં વેસ્ટ ઈન્ડિઝને 31 રનથી હરાવીને બે મેચની T20I શ્રેણી 2-0થી જીતી લીધી છે. બીજી મેચમાં ડેવિડ વોર્નર અને ટિમ ડેવિડે શાનદાર ઇનિંગ્સ રમી હતી જ્યારે સ્ટાર્કે ચાર વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 31 રને હરાવ્યું

ઓસ્ટ્રેલિયાએ બે મેચની T20 શ્રેણીની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 31 રને હરાવ્યું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું છે. બીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નરના 41 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગા અને ટિમ ડેવિડના 42 રન (20 બોલ, ચાર ચોગ્ગા, ત્રણ છગ્ગા)ની મદદથી 7 વિકેટે 178 રન સ્કોર બનાવ્યો હતો. જવાબમાં, વેસ્ટ ઈન્ડિઝની ટીમે વારંવાર અંતરાલ પર વિકેટ ગુમાવી હતી, જેના પરિણામે ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 147 રન જ બનાવી શકી હતી. જોન્સન ચાર્લ્સે સૌથી વધુ 29 રન બનાવ્યા હતા. અકીલ હુસૈને 25 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 4 વિકેટ ઝડપી હતી.

વેસ્ટ ઈન્ડિઝનો ફ્લોપ શો

ઓસ્ટ્રેલિયાના 179 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પ્રથમ મેચમાં 39 રનની શાનદાર ઇનિંગ રમી કાયલ મેયર્સનાં રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. તે 5 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. બ્રાન્ડોન કિંગ 18 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન નિકોલસ પૂરન પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો અને 2 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી જોન્સન ચાર્લ્સ 30 બોલમાં 29 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સ્ટાર્કે જેસન હોલ્ડરને 16 રને આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 20 રનમાં ચાર ખેલાડીઓને પેવેલિયન મોકલી દીધા હતા. તેના સિવાય પેટ કમિન્સને બે વિકેટ મળી હતી.\

પહેલા બેટિંગ કરતા 178 રન ફટકાર્યા

આ પહેલા બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ વોર્નરે કેપ્ટન એરોન ફિન્ચ (15 રન) સાથે બીજી વિકેટ માટે 52 બોલમાં 85 રનની ભાગીદારી નોંધાવી હતી. સ્ટીવ સ્મિથ (17 રન) અને ડેવિડ વચ્ચે પાંચમી વિકેટ માટે 26 બોલમાં 56 રનની ભાગીદારી પણ મહત્વની હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે અલ્ઝારી જોસેફે 21 રન આપીને ત્રણ જ્યારે ઓબેડ મેકકોયે ત્રણ ઓવરમાં 33 રન આપીને બે વિકેટ લીધી હતી.

أحدث أقدم