الاثنين، 17 أكتوبر 2022

અહો આશ્ચ્રર્યમ ! મહારાષ્ટ્રના આ એક ગામમાં વાંદરાના નામે છે 32 એકર જમીન !

ગામના સરપંચ બપ્પા પૌડવાલે કહ્યું કે દસ્તાવેજમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે 32 એકર જમીન વાંદરાઓની છે. જો કે, સરપંચે એ પણ જણાવ્યું કે વાંદરાઓ માટે આ જોગવાઈ કોણે અને ક્યારે કરી, તે જાણી શકાયું નથી

અહો આશ્ચ્રર્યમ ! મહારાષ્ટ્રના આ એક ગામમાં વાંદરાના નામે છે 32 એકર જમીન !

મહારાષ્ટ્રના આ એક ગામમાં વાંદરાઓના નામે છે 32 એકર જમીન!

આજના યુગમાં જમીનના(જમીન ) એક ભાગને લઈને વિવાદ સામાન્ય બની ગયો છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના (મહારાષ્ટ્ર ) ઉસ્માનાબાદ જિલ્લાના એક ગામમાં 32 એકર જમીન વાંદરાઓના(વાનર ) નામે નોંધાયેલી હોવાનો દુર્લભ કિસ્સો સામે આવ્યો છે. આ વાત સાચી છે કે આજે જયારે જમીનના મામલે પરિવારમાં ભારે વિખવાદ જોવા મળે છે, ત્યારે મહારાષ્ટ્રના આ એક ગામમાં વાંદરોનો એટલો આદર કરવામાં આવે છે, કે તેમના નામે ધાર્મિક વિધિથી લઈને જમીન પણ હોવાની વાત સામે આવી છે.

મળતી માહિતી મુજબ, આજે પણ ઉસ્માનાબાદના ઉપલા ગામમાં લોકો વાંદરાઓને વિશેષ સન્માન આપે છે. જ્યારે તેઓ તેમના દરવાજે આવે છે ત્યારે ગામલોકો તેમને ભોજન આપે છે અને કેટલીકવાર લગ્ન સમારોહ શરૂ થાય તે પહેલા જ તેમનું સન્માન કરવામાં આવે છે. જોકે, ધીરે ધીરે આ પ્રથા લુપ્ત થઈ રહી છે. સાથે જ વાંદરાઓની સંખ્યા પણ ઘટી રહી છે. તમને જણાવી દઈએ કે ગ્રામ પંચાયતના લેન્ડ રેકોર્ડ મુજબ ગામમાં રહેતા તમામ વાંદરાઓના નામે 32 એકર જમીન છે.

32 એકર જમીન વાંદરાઓના નામે

ગામના સરપંચ બપ્પા પૌડવાલે કહ્યું કે દસ્તાવેજમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે 32 એકર જમીન વાંદરાઓની છે. જો કે, સરપંચે એ પણ જણાવ્યું કે વાંદરાઓ માટે આ જોગવાઈ કોણે અને ક્યારે કરી, તે જાણી શકાયું નથી. તેણે કહ્યું કે પહેલા વાંદરાઓ ગામમાં કરવામાં આવતી તમામ ધાર્મિક વિધિઓનો એક ભાગ હતા.

વાંદરાઓની ઘટતી સંખ્યા ચિંતાજનક

સરપંચ બપ્પા પૌડવાલે જણાવ્યું કે ગામમાં અત્યારે લગભગ 100 વાંદરાઓ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની સંખ્યા ઘટી રહી છે કારણ કે પ્રાણીઓ એક જગ્યાએ લાંબા સમય સુધી રહેતા નથી. તેમણે જણાવ્યું કે, વન વિભાગે જમીન પર વૃક્ષારોપણ કર્યું છે અને પ્લોટ પર એક ઘર પણ હતું, જે હવે પડી ગયું છે.

લગ્નપ્રસંગમાં વાંદરાઓને આપવામાં આવતી હતી ભેંટ

સરપંચે જણાવ્યું કે, અગાઉ જ્યારે પણ ગામમાં લગ્નો થતા ત્યારે પહેલા વાંદરાઓને ભેટ આપવામાં આવતી હતી અને ત્યાર બાદ જ વિધિ શરૂ થતી હતી. જોકે હવે દરેક જણ આ પ્રથાને અનુસરતા નથી. તેણે કહ્યું કે જ્યારે પણ વાંદરાઓ દરવાજા પર આવે છે ત્યારે ગામલોકો તેમને ખવડાવે છે. તેમને ખાવાની કોઈ મનાઈ કરતું નથી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.