ઈ-વ્હીકલનું ચલણ વધતા વડોદરા કોર્પોરેશન દ્વારા 34 નવા ચાર્જીંગ સ્ટેશન ઉભા કરાશે

[og_img]

  • પેટ્રોલ અને ડિઝલના ભાવ વધતા ઈ-વ્હીકલનો વપરાશ વધ્યો
  • છેલ્લા 7 મહિનામાં 700 થી 800 ઈ-વ્હીકલનું વેચાણ થયું
  • ચાર્જીંગ માટે કેટલો ચાર્જ વસુલવો તે કોર્પોરેશન નક્કી કરશે

ઈલેક્ટ્રીક વ્હીકલનો વપરાશ વધતા વડોદરા મહાનગર પાલિકા દ્વારા 34 નવા ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

જરૂરિયાત આવિષ્કારની જનની છે

એક તરફ પેટ્રોલ અને ડિઝલના આસમાનને આંબતા ભાવ અને સાથે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા. જેનો વિકલ્પ એટલે બેટરીથી ચાલતા વાહનો. શરૂઆતમાં પેટ્રોલ અને ડીઝલના વાહનો જ લાંબા ગાળા સુધી ચાલે અને ભારે વજન વહન કરે તેવી ધારણામાં રાચતા લોકો સરકારના ઈલેક્ટ્રીક વ્હીકલના ઉપયોગ માટેની જન જાગૃતિને પગલે જાગૃત થયા અને હવે પરિણામે ઈ-વ્હીકલનું ચલણ વધ્યું છે. અને છેલ્લા બે વર્ષમાં આંકડો ખૂબ વધ્યો છે. બે વર્ષ અગાઉ મહિને 70 ઈ-વાહનો વેચાતા હતા. પરંતુ છેલ્લા 7 મહિનામાં વડોદરામાં એક મહિને 700 થી 800 ઈ-વ્હીકલ વેચાઈ રહ્યા છે. સરકાર હવે ચાર્જીંગ સ્ટેશનો પર ધ્યાન રાખી રહી છે. ત્યારે વડોદરામાં 34 ચાર્જીંગ સ્ટેશનો ઉભા કરાશે. જેમાં 24 ફાસ્ટ ચાર્જીંગ અને 10 સ્લો ચાર્જીંગ સ્ટેશનો ઉભા કરાશે.

સરકારી જમીન પર ચાર્જીંગ સ્ટેશનો બનશે

મહાનગરપાલિકા દ્વારા હાલમાં પ્રાથમિક રીતે પાલિકાની માલિકીના સ્થળો પર એક કંપનીને ચાર્જીંગ સ્ટેશનો સ્થાપવા કોન્ટ્રાકટ આપ્યો છે પરંતુ તેનો ચાર્જ કેટલો વસુલવો અને મેન્ટેનસ કોણ કરશે તે બાદમાં નક્કી કરાશે.

Previous Post Next Post