ભારતની ઓલિમ્પિક સ્ટારની કારકિર્દીને લાગ્યો મોટો ઝટકો, 3 વર્ષનો પ્રતિબંધ

ટોક્યો ઓલિમ્પિકમાં પોતાની રમતથી દરેકનું દિલ જીતનાર ડિસ્કસ થ્રોઅર કમલપ્રીત કૌર (Kamalpreet Kaur)ને મોટો આંચકો લાગ્યો છે.

Oct 12, 2022 | 5:15 PM

TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Oct 12, 2022 | 5:15 PM

 ટોક્યો ઓલિમ્પિકમાં પોતાની રમતથી દરેકનું દિલ જીતનાર ડિસ્કસ થ્રોઅર કમલપ્રીત કૌરની કારકિર્દીને મોટો ઝટકો લાગ્યો છે. તેના પર 3 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 કમલપ્રીતે ભલે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીત્યો ન હોય, પરંતુ તે 63.70 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે છઠ્ઠા સ્થાને રહી હતી. ગત્ત  18 વર્ષમાં ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટમાં કોઈપણ ભારતીય મહિલાનું આ સંયુક્ત બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. 2010માં કૃષ્ણા પુનિયા પણ છઠ્ઠા સ્થાને રહી હતી. જ્યારે 2004માં અંજુ બોબી જ્યોર્જ પાંચમા સ્થાને હતી.

એથ્લેટિક્સ ઈન્ટિગ્રિટી યુનિટે બુધવારે કમલપ્રીત પર 3 વર્ષના પ્રતિબંધની જાહેરાત કરી હતી. યુનિટે કહ્યું કે, 26 વર્ષીય કમલપ્રીત પર પ્રતિબંધિત દવા Stanozololનો ઉપયોગ કરવા બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કમલપ્રીત પરનો પ્રતિબંધ 29 માર્ચ 2022થી લાગુ છે. તેનું સેમ્પલ 7 માર્ચ 2022ના રોજ પટિયાલામાં લેવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રોટીન સપ્લિમેન્ટના બે સ્કૂપ લીધા હતા, જેમાં સ્ટેનોઝોલોલ મળી આવ્યું હતુ.

27 સપ્ટેમ્બર 2022ના રોજ  ભારતીય ખેલાડીએ એન્ટી ડોપિંગ નિયમનું ઉલ્લંઘન માન્યું અને પરિણામ સ્વીકાર્યું. વહેલી ભૂલ સ્વીકારવાને કારણે કમલપ્રીતને એક વર્ષની છૂટ આપવામાં આવી હતી.

Most Read Stories

أحدث أقدم