الاثنين، 31 أكتوبر 2022

પ્રિયંકા ચોપરા 3 વર્ષ પછી ભારત પરત ફરી રહી છે, અભિનેત્રીએ ઘરે આવવાની ખુશી વ્યક્ત કરી

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી, જેમાં તેણે તેના ફેન્સ સાથે ભારત પાછા આવવાનો આનંદ શેર કર્યો હતો.

પ્રિયંકા ચોપરા 3 વર્ષ પછી ભારત પરત ફરી રહી છે, અભિનેત્રીએ ઘરે આવવાની ખુશી વ્યક્ત કરી

પ્રિયંકા ચોપરા 3 વર્ષ પછી ભારત પરત ફરી રહી છે

છબી ક્રેડિટ સ્ત્રોત: Instagram

પ્રિયંકા ચોપરા બોલિવૂડની એક એવી અભિનેત્રી છે, જે કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ ફરી એકવાર તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા તેના ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં ભારત આવી રહી છે. આ ખુશી અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે શેર કરી છે. અભિનેત્રીએ પોતાની ખુશીનું કારણ પણ શેર કર્યું છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા અંદાજે ત્રણ વર્ષ બાદ પોતાના ઘરે પરત ફરી રહી છે. આ જ કારણ છે કે તે ખૂબ જ ઉત્સાહિત છે.

પોતાના ઓફિશયલ ઈન્સ્ટાગ્રામ પર પ્રિયંકા ચોપરાએ એક ફોટો શેર કર્યો છે. અભિનેત્રીએ બોર્ડિંગ પાસનો ફોટો શેર કર્યો છે આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, અંતે હું ઘરે જઈ રહી છું અંદાજે 3 વર્ષ બાદ .. તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા માટે આ ટ્રીપ ખુબ ખાસ છે કારણ કે, કોવિડ 19 બાદ તે પ્રથમ વખત તેના ઘરે ભારત આવી રહી છે.

અહિ જુઓ પ્રિયંકા ચોપરાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી

એપ્રિલ 2022માં બનાવ્યો હતો ભારત આવવાનો પ્લાન

તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા આ વર્ષે એપ્રિલમાં ભારત આવવાની હતી . તેમણે Travel+ Leisure સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, હું ઈન્ડિયા જવા માટે ઉત્સાહિત છું ભારતના દરેક શહેર અને રાજ્યનો એક અલગ અંદાજ છે અલગ ભાષા રહેણી કહેણી છે, મતલબ કે કલ્ચર, અલગ ખાણી-પીણી અલગ પહેરવેશ ત્યારે હું બીજા દેશમાંથી આવું છુ તો હું વિચારું છુ કે આ વખતે ભારત જઈ મારી રજાઓને સેલિબ્રેટ કરીશ.

ભારતને ખુબ પ્રેમ કરે છે પ્રિયંકા ચોપરા

વાત કરીએ તો પ્રિયંકા ચોપરા તેના ઘરની સાથે સાથે ભારતને પણ ખુબ પ્રેમ કરે છે. વિદેશમાં રહીને પણ અભિનેત્રા પોતાના દેશના કલ્ચર ને ફોલો કરે છે. હાલમાં તેમણે તેના પતિ નિક જોન્સ અને પુત્રી માલતીની સાથે લક્ષ્મી પુજાની ફોટો શેર કર્યો હતો. જેનાથી જાણ થાય છે કે, અભિનેત્રી નિકના ધર્મનું પણ પાલન અને સન્માન કરે છે પ્રિયંકા

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.