ઑક્ટો 28, 2022 | 7:15 PM
TV9 ગુજરાતી | સંપાદિત: અભિજ્ઞા મૈસુરિયા
યોગા આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. 40 વર્ષની ઉંમર પછી મહિલાઓએ કેટલાક યોગાસન કરવા જોઈએ, જે તેમની ઉંમર પ્રમાણે તેમને વધારે ફાયદા આપે છે.
તણાવને કારણે આપણી રોગપ્રતિકાર શક્તિ પર ખરાબ પ્રભાવ પડે છે. શરીર અનેક બીમારીનો શિકાર પણ થાય છે. એક અભ્યાસ અનુસાર, યોગથી તણાવને દૂર કરી શકાય છે. 40 વર્ષની ઉંમર પછી તણાવને તમે યોગા દ્વારા દૂર કરી શકો છો.
યોગાથી શરીરની ફ્લેક્સિબિલિટીમાં પણ સુધાર થાય છે. ફ્લેક્સિબિલિટી સારા શારીરિક સ્વાસ્થ્ય માટે ખુબ મહત્વપૂર્ણ છે.
40 વર્ષની ઉંમર પછી પ્રાણાયમ પણ કરવા જોઈએ. પ્રાણાયમથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે.
40થી વધુ ઉંમરના લોકોએ સુરક્ષિત રીતે યોગા કરવા જોઈએ. યોગાની શરુઆત ધીરે ધીરે કરવી જોઈએ. સમયની સાથે સાથે તેની ઝડપ વધારવી જોઈએ. યોગા કરતા પહેલા વિશેષજ્ઞોની સલાહ જરુરથી લેવી જોઈએ.