પૂર્વોત્તરના રાજયોમાં નશીલા પદાર્થો પર મોટી કાર્યવાહી, અમિત શાહની હાજરીમાં 40 હજાર કિલો ડ્રગ્સ નષ્ટ

આ કાર્યવાહી પહેલા આજે અસમમાં માદક પદાર્થોની તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષાને મુદ્દે તમામ પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશકોની બેઠક થઈ હતી. જેની અધ્યક્ષતા અમિત શાહે (Amit Shah) કરી રહી.

પૂર્વોત્તરના રાજયોમાં નશીલા પદાર્થો પર મોટી કાર્યવાહી, અમિત શાહની હાજરીમાં 40 હજાર કિલો ડ્રગ્સ નષ્ટ

40 thousand kg of drugs destroyed in presence of Amit Shah

40 thousand kg of drugs destroyed : છેલ્લા ઘણા સમયથી દેશના અલગ અલગ રાજયોમાં મોટી સંખ્યામાં ડ્રગ્સ જેવો નશીલા પદાર્થો મળી રહ્યા છે. તેવામાં પૂર્વોત્તરા રાજયમાં આજે નશીલા પદાર્થો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં આજે લગભગ 40,000 કિલો નશીલા પદાર્થો નષ્ટ કરવામાં આવ્યા. આ કાર્યવાહી અસમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ અને મેઘાલય રાજ્યમાં કરવામાં આવી હતી. અમિત શાહે ગુવાહાટીથી ઓનલાઈન નશીલા પદાર્થોને નષ્ટ થતા જોયા હતા. હાલ અમિત શાહ અસમના 3 દિવસીય પ્રવાસે છે. આ કાર્યવાહી પહેલા આજે અસમમાં માદક પદાર્થોની તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષાને મુદ્દે તમામ પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશકોની બેઠક થઈ હતી. જેની અધ્યક્ષતા અમિત શાહે (Amit Shah) કરી રહી.

NCB દ્વારા જૂન મહિનાથી આવા નશીલા પદાર્થો જપ્ત કરવા વિશેષ અભિયાન ચાલી રહ્યુ હતુ. આ વર્ષે સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી માટે NCB દ્વારા નિર્ણય લેવાયો હતો કે , 75 દિવસના આ વિશેષ અભિયાન દરમિયાન તમામ ક્ષેત્રીય સંસ્થાઓ દ્વારા 75,000 કિલોગ્રામ નશીલા પદાર્થો નષ્ટ કરવામાં આવે.

આ રાજ્યોમાં આટલુ ડ્રગ્સ નષ્ટ કરવામાં આવ્યુ

અસમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ અને મેઘાલય રાજ્યમાં કેટલા કિલો ડ્રગ્સ નષ્ટ કરવામાં આવ્યુ તેની માહિતી અમિત શાહે ટ્વિટર પર આપી હતી. તેની સાથે આ કાર્યવાહીના કેટલાક ફોટો પણ શેયર કર્યા હતા.

ડ્રગ્સ તસ્કરી વિરુધ ઝીરો ટોલરેન્સ નીતિ

અમિત શાહે જણાવ્યુ હતું કે, 75 હજાર કિલોગ્રામ નશીલા પદાર્થોને નષ્ટ કરવાનું લક્ષ્ય હતુ, પણ હમણા સુધી કુલ દોઢ લાખ કિલોગ્રામથી વધારે નશીલા પદાર્થો નષ્ટ કરવામાં આવ્યા છે. જે નક્કી કરેલા લક્ષ્યથી ખુબ વધારે છે. ડ્રગ્સની મદદથી દેશને નુકશાન કરતા માફિયા સંગઠન વિરુધ સરકારે ઝીરો ટોલરેન્સ નીતિ અપનાવી છે. ડ્રગ્સ સમાજ, દેશ અને યુવાનોના જીવનને બર્બાદ કરે છે તેથી તેને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે.

માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવુ પડશે

શાહે આગળ જણાવ્યુ કે, ભારતમાં ડ્રગ્સ પહોંચાડતા માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવુ પડશે. દેશમાં ફેલાયેલા તેમના નેટવર્કને ખત્મ કરવુ પડશે. તેના માટે સરકાર અને NCB જેવી સંસ્થાઓ સતત કામ કરી રહી છે.

أحدث أقدم