હિમાચલ વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી, જુઓ લીસ્ટ

[og_img]

  • હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા સીટ
  • હિમાચલમાં 12મી નવેમ્બરે મતદાન યોજાશે
  • પરિણામ 8મી ડિસેમ્બરના રોજ જાહેર કરાશે

હિમાચલપ્રદેશ વિધાનસભા ચૂંટણીનું 12મી નવેમ્બરે મતદાન યોજાવાનું છે, ત્યારે કોંગ્રેસે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઉલ્લેખનિય છે કે, હિમાચલ પ્રદેશનું ચૂંટણી પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે.

હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં 12 નવેમ્બર ચૂંટણી, 8 ડિસેમ્બરે પરિણામ

ઉલ્લેખનિય છે કે, દિલ્હીના વિજ્ઞાનભવનમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પત્રકાર પરિષદમાં હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ હતી. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન અને 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. હિમાચલ પ્રદેશમાં કુલ વિધાનસભા સીટ 68માંથી સામાન્ય સીટ 48, 17 SC, 3 ST છે. કુલ 5507261 મતદાર છે. એક તબક્કામાં ચૂંટણી થશે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 18 ફેબ્રુઆરીએ અને હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 8 જાન્યુઆરીએ સમાપ્ત થશે. ચૂંટણી સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરવા પંચે તાજેતરમાં બંને રાજ્યોની મુલાકાત લીધી હતી તેમ મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું હતું. તેમણે કહ્યું કે અમે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવા માટે પ્રતિબદ્ધ છીએ. રાજ્યના DGP અને સચિવો સાથે ચર્ચા કરી.

أحدث أقدم