લાભ પાંચમના શુભ મુહૂર્તે રાજકોટ માર્કેટયાર્ડમાં 60000 ગુણી મગફળીની આવક

[og_img]

  • સરદાર પટેલની જન્મ જયંતિથી હરાજીના કામકાજ હાથ ધરાશે
  • ટેકાના ભાવે માલ ખરીદવાની શરૂઆત કરી દેવામાં આવી છે
  • મગફળીની માંગ વધુ હોય ખેડૂતો માલ ઝડપથી વહેંચવા ઉત્સુક

દિવાળીના તહેવારો બાદ લાભ પાંચમથી રાજકોટ માર્કેટયાર્ડમાં કામકાજ શરૂ થતા મગફળીની ચિક્કાર આવક શરૂ થઈ છે. યાર્ડના ચેરમેન જયેશ બોઘરાના જણાવ્યા પ્રમાણે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 60000 ગુણી મગફળીની આવક થઈ છે. આવતીકાલે સરદાર પટેલની જન્મ જયંતિથી હરાજીના કામકાજ હાથ ધરાશે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે માલ ખરીદવાની શરૂઆત કરી દેવામાં આવી છે. રાજકોટ યાર્ડ ખાતે માલની આવકો શરૂ કરાતા યાર્ડના દરવાજે 800 વાહનોની લાઈનો લાગી હતી. આ વાહનોને ક્રમશઃ પ્રવેશ આપી માલ ઉતારવા દેવાશે મગફળીની હાલ સારી ડિમાન્ડ હોય ખેડૂતો માલ ઝડપથી વહેંચી દેવા ઉત્સુક છે.