No results found

    જામનગરમાં પૂરપાટ ઝડપે આવતી કારે 7 લોકોને અડફેટે લીધા, એક મહિલાનું મોત | Hit and run incident in jamnagar, 1 died on the spot

    કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આ હિટ અન્ડ રનની ઘટના બની હતી. હાલ પોલીસે (Jamnagar Police) સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    જામનગરમાં પૂરપાટ ઝડપે આવતી કારે 7 લોકોને અડફેટે લીધા, એક મહિલાનું મોત

    hit and run incident in jamnagar

    જામનગરમાં (Jamnagar) હિટ એન્ડ રનની ( Hit And Run) ઘટના સામે આવી છે. આશીર્વાદ રિસોર્ટ નજીક પૂર પાટ ઝડપે આવતી કારે 7 લોકોને અડફેટે લીધા. જેમાં એક મહિલાનું મોત નિપજ્યુ છે. જ્યારે ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં (Hospital)  ખસેડવામાં આવ્યા છે. માહિતી મુજબ કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આ હિટ અન્ડ રનની ઘટના બની હતી. હાલ પોલીસે (Jamnagar Police) સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    હિટ એન્ડ રનની ઘટનાએ વધુ એકનો જીવ લીધો

    આ અગાઉ સુરતના (Surat)ઓએનજીસી બ્રિજ પાસે આવેલ એસકે નગર ચોકડી પાસે હિટ એન્ડ રનનો  બનાવ બન્યો હતો. જેમાં ટ્રક ચાલકે બાઈક પર સવાર ભાઈ- બહેનને ટક્કર કચડી (Accident) ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે બહેનની સામે જ ભાઈનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે બહેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. અકસ્માતને પગલે ડુમસ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال