અત્યાર સુધીમાં રમાયા 7 T20 વર્લ્ડકપ,માત્ર આ ટીમ બની 2 વખત ચેમ્પિયન

[og_img]

  • ICC T20 વર્લ્ડકપ-2022નું યજમાન ઓસ્ટ્રેલિયા છે
  • સૌ પ્રથમ ICC T20 વર્લ્ડકપ 2007માં શરૂ થયો હતો
  • વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ બે વખત ચેમ્પિયન બની

આજથી ICC T20 વર્લ્ડકપ-2022નો પ્રારંભ થઈ ગયો છે. આ વખતના 8માં વર્લ્ડકપનું યજમાન ઓસ્ટ્રેલિયા છે. સૌ પ્રથમ જ્યારે 2007માં વર્લ્ડ કપ રમાયો ત્યારે તેમાં ભારતનો પાકિસ્તાન સામે વિજય થયો હતો. તો વેસ્ટ ઈન્ડિઝ એક માત્ર એવી ટીમ છે જેણે અત્યાર સુધી રમાયેલા 7 વર્લ્ડકપમાંથી બે વર્લ્ડકપમાં ચેમ્પિયન બની હતી.

ICC T20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનેલી ટીમો



2007: યજમાન દેશ સાઉથ આફ્રિકામાં 2007માં પ્રથમ આઈસીસી ટી20 વર્લ્ડકપ યોજાયો હતો, જેમાં ભારતનો પાકિસ્તાન સામે વિજય થયો હતો. આ મેચમાં ભારતે પાંચ વિકેટે 157 રન કર્યા હતા તો પાકિસ્તાનની ટીમ 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.


2009: યજમાન દેશ ઈંગ્લેન્ડમાં 2009માં આઈસીસી ટી20 વર્લ્ડકપ યોજાયો હતો. જેમાં પાકિસ્તાનનો શ્રીલંકા સામે વિજય થયો હતો. આ મેચમાં પાકિસ્તાને બે વિકેટે 139 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં શ્રીલંકા 6 વિકેટે 138 રન બનાવી શકી હતી.


2010 આઈસીસી ટી20 વર્લ્ડકપનું વેસ્ટ ઈન્ડિઝ ત્રીજુ યજમાન દેશ બન્યું હતું. આ મેચમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો. આ મેચાં ઈંગ્લેન્ડે 148/3 અને ઓસ્ટ્રેલિયાએ 147/6 રન કર્યા હતા.


2012 : યજમાન દેશ શ્રીલંકામાં યોજાયેલી આઈસીસી ટી20 વર્લ્ડકપની ટુર્નામેન્ટમાં વેસ્ટેન્ડિઝના નજીવા સ્કોર સામે શ્રીલંકાનો પરાજય થયો હતો. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 137/6 જ્યારે શ્રીલંકાની ટીમ 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.


2014 : આઈસીસી ટુર્નામેન્ટનો પાંચમાં વર્લ્ડકપ 2014નું યજમાન બાંગ્લાદેશ બન્યું હતું. આ મેચમાં શ્રીલંકાએ ભારતને હરાવ્યું હતું. આ મેચમાં શ્રીલંકાએ 134/4, જ્યારે ભારતીય ટીમે ચાર વિકેટે 130 રન કર્યા હતા.


2016: આઈસીસી ટી20 વર્લ્ડકપની છઠ્ઠી ટુર્નામેન્ટનું ભારત યજમાન બન્યું હતું. આ ટુર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝે અપસેટ સર્જી આઈસીસી ટી20નો બીજો વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 6 વિકેટે 161 રનકર્યા હતા, તો તેની સામે ઈંગ્લેન્ડની ટીમે 9 વિકેટે 155 રન કર્યા હતા.


2021 : ગત વર્લ્ડકપ એટલે કે સાતમાં વર્લ્ડકપનું યજમાન બે દેશ બન્યું હતું. આ દેશોમાં યુએઈ અને ઓમાનનો સમાવેશ થાય છે. દુબઈમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો જ્યારે ન્યુઝીલેન્ડની હાર થઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ બે વિકેટે 173 રન કર્યા હતા, તો ન્યુઝીલેન્ડની ટીમે ચાર વિકેટે 172 રન કર્યા હતા.

Previous Post Next Post