ગુજરાતમાં કોરોનાના નવા 85 કેસ એક વ્યક્તિનું મોત, એક્ટિવ કેસની સંખ્યા 808 થઈ | 85 new cases of corona in Gujarat one person died the number of active cases increased to 808

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 02 ઓકટોબરના રોજ કોરોનાના નવા 85 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 808 થઇ છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.07 ટકા થયો છે

ગુજરાતમાં કોરોનાના નવા 85 કેસ એક વ્યક્તિનું મોત, એક્ટિવ કેસની સંખ્યા 808 થઈ

Gujarat Corona Update New

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 02 ઓકટોબરના રોજ કોરોનાના નવા 85 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 808 થઇ છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.07 ટકા થયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99. 07 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 86 દર્દીઓ સાજા થયા છે. જ્યારે આજે નોંધાયેલા કોરોનાના નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 24,(Ahmedabad)સુરતમાં 21, વડોદરામાં 16, ગાંધીનગરમાં 4, મહેસાણામાં 3, રાજકોટમાં 3, ભાવનગરમાં 2, ગાંધીનગરમાં 2, સુરત જિલ્લામાં 2, સુરેન્દ્રનગરમાં 2, જુનાગઢમાં 1, કચ્છમાં 1, પંચમહાલમાં 1, પાટણમાં 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે સાબરકાંઠામાં કોરોનાના કારણે 1 દર્દીનું મોત થયું છે. આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જેના લીધે વહીવટીતંત્રએ રાહતનો દમ લીધો છે. તેમજ હાલ રાજ્યના કોરોનાના રોકથામ માટે કોરોનાના બુસ્ટર ડોઝની કામગીરી પણ ચાલી રહી છે.

નવરાત્રી અને અન્ય તહેવારોમાં સાચવજો

હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. તમામ ગુજરાતીઓ કોરોના મહામારીના લગભગ 2 વર્ષ બાદ મન મૂકીને ગરબા રમી રમ્યા છે. આ વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી સાવચેત રહેવાની જરુર છે.

Previous Post Next Post