મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ કરી દેવાઈ,અરવલ્લીમાં પાંચ વર્ષમાં 85505 મતદારોનો વધારો

[og_img]

  • મતદારોનુ ચિત્ર સ્પષ્ટ થતાં ગમે તે ઘડીએ વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થવાની શક્યતાઓ
  • જિલ્લાની ત્રણ બેઠકો માટે 422166 પુરુષ અને 407422 સ્ત્રી મળી કુલ 829615 મતદારો મતદાન કરશે
  • ભિલોડા બેઠકમાં 37392,મોડાસા બેઠકમાં 25264 અને બાયડ બેઠકમાં 22849 મતદારોનો વધારો થયો

આગામી વિધાનસભાની ચૂંટણી માટે મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ કરી દેવામાં આવી છે. અરવલ્લીમાં ત્રણ વિધાનસભા બેઠક માટે કુલ 829615 મતદારો નોંધાયા છે. જેમાં 422166 પુરુષ અને 407422 સ્ત્રી મતદારો નોંધાયા છે. જ્યારે 27 અન્ય મતદારો જિલ્લાની ત્રણ બેઠક પર નોંધાયા છે. 2017માં જિલ્લામાં 74410 મતદારો નોંધાયા હતા. તેની સરખામણીએ પાંચ વર્ષમાં 85505 મતદારોનો વધારો થયો છે. મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ થતાં જ સંભવતઃ આ મહિનામાં ગમે ત્યારે 2022 વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે. અરવલ્લીમાં ભિલોડા,મોડાસા અને બાયડ બેઠકની ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને કર્મચારીઓ તેમજ વાહનોનો ડેટા તૈયાર કરી દેવાયો છે.

ગુજરાત વિભાનસભાની ચૂંટણી જાહેર થવાને આડે હવે ગણતરીના દિવસો હોવાનુ મનાઈ રહ્યુ છે. ચૂંટણી વિભાગ દ્વારા સોમવારે મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ પણ કરી દેવામાં આવી છે. મતદારોનુ ચિત્ર સ્પષ્ટ થતાં જ હવે આ મહિનામાં ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. અરવલ્લી જિલ્લામાં મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ મુજબ 829615 મતદારો નોંધાયા છે. 2017માં 74410 મતદારો નોંધાયા હતા. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં 85505 મતદારોનો વધારો થયો છે. આ વખતે જિલ્લામાં ભિલોડા બેઠકમાં સૌથી વધુ 314409 મતદારો નોંધાયા છે. જ્યારે મોડાસા બેઠકમાં 269648 અને બાયડ બેઠકમાં 245558 મતદારોની નોંધણી થઈ છે. જિલ્લામાં 27 અન્ય મતદારોની પણ નોંધણી થઈ છે. જેમાં ભિલોડામાં 9,મોડાસામાં 16 અને બાયડ બેઠકમાં 2 અન્ય મતદારો નોંધાયા છે. અરવલ્લીની કુલ વસ્તી 1251806 નોંધાઈ છે. જેમાં 645136 પુરુષ અને 606673 સ્ત્રીઓનો સમાવેશ થાય છે.

2017માં ત્રણેય બેઠકોના વિજેતા ઉમેદવારોની કુલ લીડ 21958

2017માં વિધાનસભાની ત્રણેય બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારોની જીત થઈ હતી અને આ ત્રણેય ઉમેદવારોએ હરીફ ઉમેદવારો કરતાં 21958 મત મેળવ્યા હતા. આ ત્રણેય વિજેતા ઉમેદવારોની લીડ સામે ચાર ગણા 85505 મતદારોનો વધારો થયો છે. 2022ની ચૂંટણીમાં વધેલા મતદારો કોને ફળે છે તે તો ચૂંટણીના પરિણામ બાદ જ જાણી શકાશે. પરંતુ ગત ટર્મમાં ત્રણેય ઉમેદવારોને મળેલી લીડ કરતાં વધેલા ચાર ગણા મતદારો હારજીતના પાસાં પલટી શકે છે.

23084 મતદારો પ્રથમ વખત મતદાન કરશે

મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા ઝૂંબેશ દરમિયાન 12 ઓગસ્ટ પહેલાં 13520 અને 11 સપ્ટેમ્બર સુધીમાં 9564 મળી 23084 મતદારો 18 થી 19 વર્ષની ઉંમરના નોંધાયા છે. નવા નોંધાયેલા 23084 મતદારો પ્રથમ વખત જ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરશે. નવા નોંધાયેલા મતદારોમાં મતદાન કરવાની ઉત્સુકતા પણ જોવા મળી રહી છે. બીજી તરફ ચૂંટણીમાં મતદાન વધે તે માટે ચૂંટણી વિભાગ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજી ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.

છેલ્લા 10 વર્ષમાં અરવલ્લીની સાડા ત્રણ લાખ વસ્તી વધી

સાબરકાંઠામાંથી અરવલ્લી જિલ્લો અલગ થયે 10 વર્ષ થયા છે. જિલ્લો અલગ થયો ત્યારે અરવલ્લીની કુલ વસ્તી 9 લાખ જેટલી હતી. જ્યારે 2022માં તેમાં સાડા ત્રણ લાખનો વધારો થયો છે. જિલ્લામાં દર ત્રણ વર્ષે સરેરાશ એક લાખની વસ્તી વધી રહી છે. જિલ્લાના કુલ છ તાલુકા પૈકી મોડાસા-ધનસુરા,બાયડ-માલપુર અને ભિલોડા-મેઘરજ એમ ત્રણ વિધાનસભા બેઠકો છે.

2017માં વિધાનસભા બેઠકોના મતદારો

બેઠક પુરુષ મતદારો સ્ત્રી મતદારો અન્ય કુલ મતદારો   
ભિલોડા 142890 136654 16 277017     
મોડાસા 125733 119823 05 244384   
બાયડ 114658 108335 02 222709
કુલ 383281 364812 23 744110

2022માં વિધાનસભા બેઠકોના મતદારો

બેઠક પુરુષ મતદારો સ્ત્રી મતદારો અન્ય કુલ મતદારો   
ભિલોડા 159293 155107 09 314409      
મોડાસા 137235 132397 16 269648    
બાયડ 125638 119918 02 245558
કુલ 422166 407422 27 829615 

2017માં વિજેતા ઉમેદવારની લીડ સામે વધેલા મતદારો

બેઠક વિજેતા ઉમેદવારની લીડ વધેલા મતદારો
ભિલોડા 12417 37392
મોડાસા 1640 25264
બાયડ 7901 22849
કુલ  21958 85505

أحدث أقدم