AAP નેતાના ધર્માંતરણ વિવાદનો વંટોળ ગુજરાતમાં, જીતુ વાઘાણીએ કેજરીવાલને આડે હાથ લીધા

દિલ્હી સરકારના મંત્રીના ધર્માંતરણના વિવાદને પગલે હવે ગુજરાતની રાજનિતી પણ ગરમાઈ છે,ભાજપના નેતાઓ આપ પર આ મુદ્દે આકરા પ્રહાર કરી રહ્યું છે.

AAP નેતાના ધર્માંતરણ વિવાદનો વંટોળ ગુજરાતમાં, જીતુ વાઘાણીએ કેજરીવાલને આડે હાથ લીધા

Jitu Vaghani Lashes out to Kejriwal

દિલ્લીની AAP સરકારના પ્રધાન રાજેન્દ્રપાલ ગૌતમના ધર્માંતરણના વીડિયો મુદ્દે ગુજરાત ભાજપે (BJP) વિરોધ દર્શાવ્યો છે. ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી(Jitu VaghanI) AAP નેતા પર વાર કરતા કહ્યું કે, “AAPના ચાવવાના અને બતાવવા દાંત અલગ છે, કેજરીવાલની (Arvind kejriwal) નાટક મંડળીનો ચહેરો ખુલ્લો પડ્યો છે, AAPએ હિન્દુ સમાજ પર થૂંકવાનું કામ કર્યું છે, તો બીજી તરફ જીતુ વાઘાણીએ ચેતવણી આપતા કહ્યું કે, “જનતાની લાગણીઓ સાથે રમત કરવાનું બંધ કરો અને હિન્દુ સમાજની સહનશક્તિની પરીક્ષા ન લો, વધારે પરીક્ષા લેશો તો સહન નહીં કરી શકો”.

વિવાદ વણસતા રાજેન્દ્ર પાલ ગૌતમે યુ-ટર્ન લીધો

હિન્દુ દેવી-દેવતાઓને ન માનવાની શપથ લેવડાવનારા દિલ્લી સરકારના પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમે (Rajendra Pal Gautam) હવે યુ-ટર્ન લીધો છે. ચારેબાજુથી ટીકાનો વરસાદ થતાં હવે તેમણે લોકોની માફી માગી છે અને ભાજપ પર ખોટી અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.. તેમણે કહ્યું કે- હું ખૂબ ધાર્મિક વ્યક્તિ છું. હું વ્યક્તિગત રીતે તમામ દેવી-દેવતાઓનું સન્માન કરું છું. અને ક્યારેય સપનામાં પણ ન વિચારી શકું કે કોઈ કર્મ કે વચનથી દેવી-દેવતાઓનું અપમાન કરું. મેં કોઈની પણ આસ્થા પ્રત્યે કોઈપણ શબ્દ નથી ઉચ્ચાર્યો. હું સૌની આસ્થાનું સન્માન કરું છું.. મેં તો માપા ભાષણમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, મોંઘવારી અને સામાજિક સમાનતા પર પોતાની વાત રજૂ કરી હતી. પરંતુ ભાજપવાળા મારા વિશે ખોટી અફવા ફેલાવે છે.. હું ભાજપવાળાની (BJP) આ હરકતથી ખૂબ હેરાન છું અને એ તમામ લોકોની હાથ જોડીને માફી માગું છું જેમને ભાજપના આ દુષ્પ્રચારના કારણે કોઈપણ પ્રકારની પીડા થઈ છે.

જાણો શું છે સમગ્ર મામલો ?

મહત્વનું છે કે 5 ઓક્ટોબરે દિલ્લીના સમાજ કલ્યાણ પ્રધાન રાજેન્દ્રપાલ ગૌતમ બૌદ્ધ ધર્મના એક કાર્યક્રમમાં ગયા હતા, ત્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે પ્રધાનની ઉપસ્થિતિમાં લોકોને શપથ અપાવાઈ કે તેઓ હિન્દુ દેવી-દેવતાઓની પૂજા નહીં કરે અને ઈશ્વરને પણ નહીં માને. બૌદ્ધ ધર્મનો આ કાર્યક્રમ વિજયાદશમીના દિવસે કરોલબાગના આંબેડકર ભવનમાં યોજાયો હતો

أحدث أقدم