AC બ્લાસ્ટ બાદ ઘરમાં લાગી આગ, પુત્રને મળવા આવેલા વૃદ્ધ દંપતીનું મોત

[og_img]

  • પંજાબથી વૃદ્ધ દંપત્તિ પોતાના પુત્ર-વહુને મળવા દિલ્હી આવ્યા હતા
  • વૃદ્ધ દંપત્તિ એક રૂમમાં સૂતા હતા અને અચાનક બ્લાસ્ટ થયો
  • દિલ્હીના કૃષ્ણનગરમાં બનેલી ઘટના પોલીસે તપાસ હાથ ધરી

દિલ્હીના કૃષ્ણનગરમાં એક રૂમમાં AC બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી, જેમાં એક વૃદ્ધ દંપતીનું મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આ દંપત્તિ ત્રણ દિવસ પહેલા પંજાબથી પોતાના પુત્ર અને વહુ પાસે દિલ્હી આવ્યા હતા. ઘટના સમયે પુત્ર અને પુત્રવધૂ બંને ઘરે ન હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આગ લાગવાથી દંપત્તિ મોત

રાજધાની દિલ્હીના કૃષ્ણનગર વિસ્તારમાં એક ઘરની અંદર આગ લાગવાથી એક વૃદ્ધ દંપતીનું મોત નીપજ્યું હતું. આ વૃદ્ધ દંપતી થોડા દિવસો પહેલા તેમના પરિવારને મળવા દિલ્હી આવ્યું હતું. એસીમાં બ્લાસ્ટ થવાને કારણે રૂમમાં આગ લાગી હોવાની આશંકા છે. ઘટના સમયે દંપતીની પુત્રવધૂ બજારમાં ગઈ હતી અને પુત્ર દુકાન પર હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

વૃદ્ધ દંપતીનું શ્વાસ રૂંધાવાથી મોત થયું

મળતી માહિતી મુજબ પંજાબના જલંધરના રહેવાસી 80 વર્ષીય રાજકુમાર જૈન અને તેમની પત્ની 75 વર્ષીય કમલેશ જૈન ત્રણ દિવસ પહેલા તેમના પુત્ર અને પુત્રવધૂ સાથે દિલ્હી આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બંને વૃદ્ધ દંપતી એક રૂમમાં સૂતા હતા, ત્યારે અચાનક એસીમાં આગ લાગી ગઈ. આ ઘટના બાદ વૃદ્ધ દંપતીનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.

4 ફાયર બ્રિગેડ, 2 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી

પોલીસને PCR પર કૃષ્ણાનગરમાં આગ લાગવાની માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસ 4 ફાયર બ્રિગેડ અને 2 એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો જોયું કે જ્યાં આગ લાગી હતી ત્યાં ગેટ અંદરથી બંધ હતો અને ધુમાડો નીકળી રહ્યો હતો. ત્યાર બાદ તુરંત દરવાજો તોડવામાં આવ્યો.

Previous Post Next Post