Ahmedabad: તહેવારો દરમિયાન રોડ અકસ્માત કેસમાં નોંધાયો વધારો, 108 ઈમરજન્સીને દિવાળીના દિવસે મળ્યા 550 કોલ

Ahmedabad: શહેરમાં તહેવારો દરમિયાન અકસ્માતના કેસો પણ વધ્યા છે. દિવાળીના દિવસે રોડ અકસ્માતના 658 કેસ નોંધાયા. સામાન્ય દિવસોમાં અન્ય અકસ્માતોના 108ને 363 જેટલા કોલ મળે છે જે દિવાળીના દિવસે એક જ દિવસમાં 550 કોલ મળ્યા.

Ahmedabad: તહેવારો દરમિયાન રોડ અકસ્માત કેસમાં નોંધાયો વધારો, 108 ઈમરજન્સીને દિવાળીના દિવસે મળ્યા 550 કોલ

એક દિવસમાં મળ્યા 550 કોલ્સ


અમદાવાદ (અમદાવાદ)માં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના સમયે અકસ્માતોની સંખ્યા અધધ નોંધાઈ છે. 108 ઈમરજન્સી સેવાને આ વખતે એક દિવસમાં અનેક અકસ્માતો (અકસ્માત) ના કોલ આવ્યા. આ દિવાળીએ દાઝવાના કેસ (બર્ન કેસો)માં 400 ટકાનો વધારો નોંધાયો છે. જેમાં રોડ અકસ્માતમાં પણ 55 ટકાનો વધારો નોંધાયો છે. દિવાળીના તહેવારો લોકોને પરિવાર સાથે ઉજવવા હોય છે અને આથી જ આ તહેવારોમાં લોકો વતન ભણી દોટ મુકે છે તો કેટલાંક તહેવારોની મજા માણવા હરવા ફરવા માટે ઉપડી જતા હોય છે. આ સમયાગાળા દરમિયાન અકસ્માત થવાના કેસમાં પણ વધારો થતો હોય છે.

દિવાળીના તહેવારો દરમિયાન રોડ અકસ્માતમાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે દિવાળી સમયે અકસ્માતોની સંખ્યા પણ નહિંવત હતી પણ જેવા લોકો બહાર નિકળી દિવાળીની ધૂમ ઉજવણી કરવામાં વ્યસ્ત થયા ત્યાં બીજી તરફ શહેરમાં અકસ્માતોની સંખ્યા પણ બમણાથી વધી ગઈ. દિવાળીના તહેવારો દરમિયાન રોડ અકસ્માતના કેટલાંક કિસ્સા સામે આવતા હોય છે પણ આ વખતે જે સંખ્યા 108ના ચોપડે નોંધાઈ છે તે ચિંતાજનક છે. માર્ગ અકસ્માત સિવાયના અકસ્માતની સંખ્યા પણ વધી છે. એટલે ફટાકડા અથવા કોઈ કારણોથી દાઝ્યા હોવાના કેસમાં પણ બે દિવસમાં નોંધપાત્ર વધારો થયો છે.

સામાન્ય રીતે 108ને મળતા ઈમરજન્સી કોલમાં જે વધારો થયો છે તેના પર નજર કરીએ તો અંદાજ આવે કે તહેવારના બે દિવસમાં અકસ્માતોમાં કેટલો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં 108ને રોડ અકસ્માતના આશરે 424 કેસ નોંધાતા હોય છે. દિવાળીની દિવસે રોડ અકસ્માતમાં 55 ટકાનો વધારો થયો. દિવાળીના દિવસે રોડ અકસ્માતના 658 કેસ નોંધાયા. સામાન્ય દિવસોમાં અન્ય અકસ્માતોના 363 કોલ 108ને મળતા હોય છે. અન્ય અકસ્માતમાં 48.17 ટકાનો વધારો થયો. 108ને દિવાળીના દિવસે અન્ય અકસ્માતોના 550 કોલ મળ્યા હતા. સામાન્ય દિવસોમાં દાઝવાના આશરે 6 કોલ 108ને મળે છે. દિવાળીના દિવસે દાઝવાના કેસમાં પણ વધારો થયો છે. દિવાળીના એક જ દિવસમાં 108ને દાઝવાના 30 કેસ નોંધાયા. 108 ઈમરજન્સીના કોઓર્ડિનેટર જશવંત પ્રજાપતિના જણાવ્યા મુજબ દાઝવાના કેસમાં 400 ટકાનો વધારો નોંધાયો છે.  તહેવારોના સમયે કાળજી રાખવી ખુબ જરૂરી છે. માત્ર આ વર્ષે નહીં પણ કોરોના સમયની દિવાળીને બાદ કરતા તમામ દિવાળીના તહેવારમાં આ સમસ્યા રહી છે.

أحدث أقدم