الاثنين، 31 أكتوبر 2022

Ahmedabad: સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર પૂર્વ પ્રેમી અને તેના ભાઈની પોલીસે કરી ધરપકડ, પોલીસે 3 વ્યક્તિ વિરુદ્ધ નોંધ્યો હતો ગુનો

અમદાવાદમાં સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ કરનાર પૂર્વ પ્રેમી અને તેના ભાઈની પોલીસે ધરપકડ કરી લીધી છે. સગીરાએ સબંધ રાખવાનો ઇનકાર કરતા આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.

Ahmedabad: સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર પૂર્વ પ્રેમી અને તેના ભાઈની પોલીસે કરી ધરપકડ, પોલીસે 3 વ્યક્તિ વિરુદ્ધ નોંધ્યો હતો ગુનો

ફોટો – આરોપી

અમદાવાદઃ રામોલમાં સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ કરનાર પૂર્વ પ્રેમી અને તેના ભાઈની પોલીસે ધરપકડ કરી લીધી છે. સગીરાએ સબંધ રાખવાનો ઇનકાર કરતા આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. રામોલ પોલીસે 3 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. કોણ છે આ આરોપી. જોઈએ આ અહેવાલમાં.

પોલીસ કસ્ટડીમાં દેખાતા આ આરોપી વિશાલ નાડીયા અને તેનો ભાઈ સચિન નાડીયા છે. એક તરફી પ્રેમમાં પાગલ બનીને આરોપી વિશાલે પોતાના મિત્ર રાજ અને ભાઈ સચિન સાથે મળીને 17 વર્ષની સગીરાનું રિક્ષામાં અપહરણ કર્યું. અને રિક્ષામાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ સંબધ રાખવાનો ઇનકાર કરતા છરીથી હુમલો કરીને ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. રામોલ પોલીસે અપહરણ અને દુષ્કર્મ કેસમાં બે સગા ભાઈની ધરપકડ કરી લીધી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે વિશાલ નાડીયા મજૂરી કામ કરે છે. 6 મહિના પહેલા સગીરા સાથે પ્રેમ સંબધ થતા બન્ને લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. પરંતુ કોઈ કારણસર બન્ને વચ્ચે મતભેદ વધતા સગીરાએ સબંધ તોડી નાખ્યો હતો. પરંતુ પ્રેમમાં પાગલ આરોપી વિશાલને સહન થયું નહિ. તે પ્રેમિકાને મેળવવા માંગતો હતો. જેથી સગીરા ઘરેથી નીકળીને જઇ રહી હતી ત્યારે પોતાના મિત્ર રાજ અને ભાઈ સચિન સાથે મળીને અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં પોલીસે બન્ને ભાઈઓને પકડીને કોરોના ટેસ્ટ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.

અપહરણ અને દુષ્કર્મ કેસમાં રાજ નામના ત્રીજા આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે. આ રાજ નાહવા જતા નરોડા નજીક કેનાલમાં ડૂબી જતાં મોત થયું હોવાનું આરોપીઓ રટણ કરી રહ્યા છે. જેથી પોલીસે ત્રીજા આરોપીને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.