અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારની 4 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વેજલપુર, સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરા બેઠક માટે ઇચ્છુક ઉમેદવારો નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (ગુજરાત વિધાનસભા ચૂંટણી) ટિકિટની વહેંચણી અંગે ભાજપના નિરીક્ષકો દરેક વિધાનસભામાં ફીડબેક લેશે, ત્યારે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારની 4 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વેજલપુર, સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરા બેઠક માટે ઇચ્છુક ઉમેદવારો નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવશે.
નિરીક્ષકો ઇચ્છુક ઉમેદવારોની સેન્સ લેશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાંભાજપે મુરતિયાઓની પસંદગી પ્રક્રીયા શરૂ કરી છે. ભાજપમાંથી ટિકિટ મેળવવા માંગતા ઉમેદવારો માટે લિટમસ ટેસ્ટની શરૂઆત થઈ ચૂકી છે. મહત્વનું છે કે, હર્ષ સંઘવી (હર્ષ સંઘવી) અને ગણપત વસાવાને (ગણપત વસાવા) અમદાવાદ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ શહેરની વેજલપુર, સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરા સહિત અસારવા, નરોડા, દરિયાપુર અને દાણીલીમડા બેઠકની સેન્સ લેવાઈ રહી છે.
આજથી 2 દિવસ મુરતિયાઓ માટે મંથન કરશે ભાજપ
ભાજપ આજથી 2 દિવસ મુરતિયાઓ માટે મંથન કરશે. અમદાવાદ, સુરત, વડોદરા ,ગાંધીનગરમાં આજે નિરીક્ષકો સેન્સ લેશે. ગાંધીનગરની 5 બેઠકમાંથી 3 બેઠક માટે આજે સેન્સ લેવાશે. પૂર્વ પ્રધાન આર સી ફળદુ,ઉદય કાનગઢ, નિમુ બંધનિયા સેન્સ લેશે. નિરીક્ષકો મુરતિયાઓના નામ પર મંથન કરશે. જો કે દહેગામ અને રાજકોટમાં આવતીકાલે સેન્સ લેવામાં આવશે.
(વીથ ઈનપૂટ- રોનક વર્મા, અમદવાાદ)