Ahmedabad: સિંધુ ભવન રોડ પર જાહેરમાં ફટાકડા ફોડનારા 6 નબીરા પોલીસ પિંજરે પૂરાયા

સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સરખેજ પોલીસે 6 સ્ટંટબાજ આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મિહિર સોની

| સંપાદિત: મમતા ગઢવી

ઑક્ટો 26, 2022 | સાંજે 4:21

અમદાવાદમાં (અમદાવાદ) દિવાળીની રાત્રે સિંધુ ભવન રોડ પર જાહેરમાં ફટાકડા ફોડનારા નબીરાઓ પર પોલીસે સકંજો કસ્યો છે. સરખેજ પોલીસે તમામ 6 સ્ટંટબાજ આરોપીઓની (આરોપી) ધરપકડ કરી છે. દિવાળીએ સિંધુ ભવન રોડ પર કેટલાક નબીરાઓએ કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકીને બેફામ બની જાહેર રસ્તા પર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ફટાકડા (ફટાકડા) ફોડી દહેશતનો માહોલ ઉભો કર્યો હતો. આ નબીરાઓ ચાલુ ગાડીએ, કાર ઉપર બેસીને તથા રોડ-રસ્તા ઉપર અવરોધ સર્જીને ફટાકડા ફોડ્યા હતા.

વીડિયો વાયરલ થયા બાદ પોલીસ સફાળી જાગી

આ યુવકોએ આડેધડ અને બેફામપણે ફટાકડા પોડી સમગ્ર સિંધુ ભવન રોડને બાનમાં લીધો હતો. સોશિયલ મીડિયામાં (સામાજિક મીડિયા) ફેમસ થવા તથા પોતાનો દબદબો બનાવવા યુવકોએ કાળા કલરની સ્કોર્પિયો કારમાં બેસીને ચાલુ ગાડીએ બારીમાંથી ઉભા રહીને ફટાકડા ફોડ્યા હતા. જેના કારણે રોડ પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકોના જીવ પર પણ જોખમ સર્જાયું હતું. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં (સામાજિક મીડિયા) વાયરલ થયા બાદ સરખેજ પોલીસે 6 સ્ટંટબાજ આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે રસ્તા પર ફટાકડા ફોડી આ તોફાની તત્વોએ લોકો જીવ સામે જોખમ સર્જ્યુ હતુ.

أحدث أقدم