હાલમાં મેઘાણીનગર પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. તો બીજી તરફ નવરાત્રીના પર્વમાં ખૂની ખેલ ખેલાતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે.
Youth killed over a trivial matter
અમદાવાદના (Ahmedabad) મેઘાણીનગર વિસ્તારમાં દુકાનનું પોસ્ટર ફાડવા જેવી નજીવી બાબતે થયેલ ઝઘડો હત્યામાં પરિણમ્યો છે. પોસ્ટર ફાડવા મામલે એક યુવકની હત્યા થઈ છે. સમગ્ર મામલે પોલીસે (Ahmedabad police) હત્યા કરનાર આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે માઈકલ શર્મા, અચલ કુમાર અને મંકુ શર્માની ધરપકડ કરી છે.
પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ
ઘટના કંઈક એવી છે કે નવરાત્રીના (Navratri 2022) ગરબા જોવા માટે વિશાલ ગુપ્તા અને તેના બે મિત્રો અનિકેત દિવાકર અને રિતેશ શાહ ભાર્ગવ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ત્રણેય આરોપીઓ તેમની નજીક આવ્યા અને દુકાનમાં લગાવેલું પ્લાસ્ટિકનું પોસ્ટર ફાડવા બાબતે ઝઘડો કરીને ત્રણેય મિત્રોને મારવા લાગ્યા હતા. ત્યાર બાદ પેટના કમરના ભાગેથી ખંજર કાઢીને અનિકેતને મારવા જતા વિશાલ ગુપ્તા છોડવા વચ્ચે પડયો હતો, જેથી આરોપીઓએ વિશાલ ગુપ્તા પર છરીથી હુમલો કર્યો જેમાં વિશાલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
હત્યાને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી
આ હત્યા કેસની તપાસમાં સામે આવ્યું કે આરોપી માઈકલ શર્માની પત્ની બ્યુટી પાર્લર આવેલુ છે. આ શોપ પર પ્લાસ્ટિકનું પોસ્ટર લગાવ્યું હતું આ પોસ્ટર કોઈએ ફાડી નાખતા આરોપીઓને શંકા હતી કે પોસ્ટર વિશાલ ગુપ્તા અને તેના મિત્રોએ ફાડ્યું છે જેથી સામાન્ય બાબતે ઝઘડો કરી આરોપીઓએ વિશાલ ગુપ્તાની હત્યા કરી હતી. હાલમાં મેઘાણીનગર પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. મેઘાણીનગર વિસ્તારમાં નવરાત્રીના પર્વમાં ખૂની ખેલ ખેલાતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. તમને જણાવી દઈએ કે, મેઘાણીનગર પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ બાદ તેઓના ગુનાઈ ઇતિહાસને લઈને પણ તપાસ શરૂ કરી છે.