Ahmedabad: ATSની ટીમે કેનેડાના નકલી વિઝા બનાવી લોકો સાથે છેતરપીંડી કરતા એજન્ટોને ઝડપી પાડયા, ખોટા વિઝાને સાચા બનાવી કરતા હતા લાખોની કમાણી

અમદાવાદનાં નવા નરોડા વિસ્તાર માંથી એર વે હોલિડે માંથી મુખ્ય એજન્ટ સહિત ચાર લોકોની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલમાં જ ગુજરાતમાં નકલી પાસપોર્ટ, નકલી વિઝા, નકલી દસ્તાવેજો બનવવામાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

Ahmedabad: ATSની ટીમે કેનેડાના નકલી વિઝા બનાવી લોકો સાથે છેતરપીંડી કરતા એજન્ટોને ઝડપી પાડયા, ખોટા વિઝાને સાચા બનાવી કરતા હતા લાખોની કમાણી

એટીએસની ટીમે લોકોને છેતરનાર એજન્ટોને ઝડપી લીધા હતા

અમદાવાદઃ અમદાવાદનાં નવા નરોડા વિસ્તાર માંથી એર વે હોલિડે માંથી મુખ્ય એજન્ટ સહિત ચાર લોકોની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલમાં જ ગુજરાતમાં નકલી પાસપોર્ટ, નકલી વિઝા, નકલી દસ્તાવેજો બનવવામાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે આવી પ્રવૃત્તિને ડામવા પોલીસ પણ સક્રિય બની છે. થોડા સમય પહેલા શહેર SOG દ્વારા વિઝા માટેના નકલી ડોક્યુમેન્ટ બનાવતી ગેંગને પકડી પાડી હતી ત્યારે હવે ગુજરાત ATS દ્વારા નકલી વિઝાના અસલી બનાવી આપતા એજન્ટ ને પકડ્યા છે.

19 તારીથે એ.ટી.એસ. ટીમને બાતમી મળી હતી કે, નવા નરોડા ખાતે આવેલ વિઠ્ઠલ પ્લાઝા નામના કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે આવેલી ‘એરવે હોલીડે’ નામથી ઓફીસમાં નકલી વિઝા બની રહ્યા છે. જેને આધારે ATSની ટીમે એર વે હોલીડે પર દરોડા પાડી નિલેશ પંડ્યા નામના એજન્ટ અને તેના સાગરીતોની અટકાયત કરી હતી. નિલેશ પંડ્યા અને તેના સાગરીત એજન્ટો ફોરેન જવા માટેના ખોટા વિઝા બનાવી આપે છે, જે બાતમી આધારે તપાસ કરતા અહીથી 5 જેટલા પાસપોર્ટ મળી આવ્યા હતા. જે પાસપોર્ટમાં કેનેડાના વિઝા મળેલ હોવાનુ જણાઈ આવતા જેની ખરાઈ કરવા સારૂ કેનેડા સરકારની GCKEY ગવર્મેન્ટ ઓફ કેનેડા કી (KEY) મારફતે ખરાઈ કરી હતી.

જેમાં પાંચેય પાસપોર્ટ ધારકની વિઝાની એપલીકેશન રદ થયેલી હતી આમ હોવા છતાં નિલેશ પંડ્યા તથા તેના સાગરીતો દ્વારા આ પાસપોર્ટ ધારકોને કેનેડાના વિઝા એપ્રુવલ થયા બાબતનો બનાવટી ઈ મેઇલ કલાઇન્ટના ઈ-મેઇલ આઇડી ઉપર મોકલી આપી તેમજ કેનેડાના વિઝાના બનાવટી સ્ટીકર બનાવી પાસપોર્ટમાં ચોટાડી તેઓએ બનાવેલા હતા. ખોટા વીઝા સાચા હોવાનુ ક્લાઇન્ટ તેમજ તેમની સાથે રહેલા બીજા એજન્ટોને જણાવી ક્લાઇન્ટના પાસપોર્ટમાં ચોટાડી છેતરપિંડી કરી લાખો રૂપિયા કમાતા હતા. સાગર મામલે ગુજરાત એ.ટી.એસ. દ્વાર મુખ્ય નિલેશ પંડ્યા સહિત ચાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત એ.ટી.એસ દ્વારા નીલેશ હસમુખભાઈ પંડ્યા, જય મહેશભાઈ ત્રિવેદી, મયુરકુમાર પ્રવિણભાઇ પંચાલ અને પીયુષ પરસોત્તમદાસ પટેલને પકડી પાડ્યા છે. જેમાંથી મુખ્ય આરોપી નીલેશ પંડ્યા વર્ષ 2005માં કાલુપુર ખાતે બનાવટી ચલણી નોટો ગુનો નોધાયેલ જેમાં 5 વર્ષની સજા કાપેલી છે. સાથે જ વર્ષ 2012માં રાજસ્થાન ના ઝુનઝુનુ પો.સ્ટે. ખાતે નકલી વિઝા નો ગુનો નોધાયેલ. વર્ષ 2012 માં એલીસબ્રિજ પો.સ્ટે. ખાતે નકલી વિઝા નો ગુનો નોધાયેલ.

વર્ષ 2016 માં નરોડા પો.સ્ટે. ખાતે નકલી ટુરીસ્ટ વિઝા નો ગુનો નોધાયેલ. વર્ષ 2019 માં બરોડા પો.સ્ટે. ખાતે નકલી પાસપોર્ટ નો ગુનો નોધાયેલ છે. આ ઉપરાંત અન્ય આરોપી પિયુષ પટેલ વિરુદ્ધ પણ વર્ષ 2012માં રાજસ્થાન ના ઝુનઝુનુ પો.સ્ટે. ખાતે નકલી વિઝાનો ગુનો નોધાયેલ છે. હાલતો પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ અગાઉ કેટલા લોકોને આ પ્રમાણે કેનેડાના નકલી વિઝા બનાવી આપ્યા છે અને વિઝા બનાવવા કેટલા રૂપિયા લેવામા આવતા આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Previous Post Next Post