Ahmedabad : કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર શશિ થરૂર આજે ગુજરાતમાં, પ્રદેશ હોદ્દેદારો સાથે કરશે બેઠક

કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર શશિ થરૂર આજે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, ત્યારે ચૂંટણી પહેલા તેમની આ ગુજરાત મુલાકાત મહત્વની સાબિત થઈ શકે છે.

Ahmedabad : કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર શશિ થરૂર આજે ગુજરાતમાં, પ્રદેશ હોદ્દેદારો સાથે કરશે બેઠક

Shashi Tharoor gujarat visit

આજે લોકસભા સાંસદ અને કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર શશિ થરૂર (Shashi Tharoor)  અમદાવાદ આવશે. જો તેમના વિગતવાર કાર્યક્રમની વાત કરીએ તો બપોરે 3 :00 કલાકેઅમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport)  પર તેમનુ આગમન થશે, બપોરે 3:35 કલાકે સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીને (Gandhiji)  નમન અને પુષ્પાંજલિ કરશે. તો બપોરે 4 કલાકે તેઓ ગુજરાત કોંગ્રેસ (Congress)  પ્રદેશ ડેલીગેટ સાથે મીટિંગ પણ કરશે.તો સાંજે 4 : 30 કલાકે તેઓ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારો સાથે વાત-ચીત કરશે.

ખડગેને સમર્થન આપવા માટે કેટલાક નેતાઓ પર દબાણ – શશિ થરૂર

આ અગાઉ કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર શશિ થરૂરે કહ્યું હતુ કે આ ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેને(Mallikarjun Kharge) સમર્થન આપવા માટે કેટલાક નેતાઓ પર દબાણ છે. આ તમામ બાબતો મને વિચારવા મજબૂર કરે છે કે શું ખરેખર પ્રમુખ પદની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાઈ રહી છે. જોકે થરૂરે આ બાબતો માટે ગાંધી પરિવાર, ખાસ કરીને રાહુલ અને સોનિયા ગાંધીને દોષી ઠેરવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે ગાંધી પરિવાર આ ચૂંટણીને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરી ચુક્યું છે કે તેઓ પાર્ટીના અધ્યક્ષ પદના સત્તાવાર ઉમેદવાર તરીકે તેમના વતી કોઈને જાહેર કરી રહ્યા નથી અને સંપૂર્ણપણે નિષ્પક્ષ છે.

તો બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ પદના અન્ય દાવેદાર મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતુ કે, પાર્ટી અધ્યક્ષ પદ માટે શશિ થરૂર સાથેની તેમની સ્પર્ધાનો હેતુ દેશ અને પાર્ટીના ભલા માટે તેમના વિચારો રજૂ કરવાનો છે. ખડગેએ કહ્યું કે આ આંતરિક ચૂંટણી છે. તે એક ઘરના બે ભાઈઓ જેવું છે, જેઓ લડતા નથી, પરંતુ તેમની વાત કરી રહ્યા છે અને એકબીજાને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પ્રચારનો હેતુ એ નથી કે કોઈ ચોક્કસ ઉમેદવાર પાર્ટીના અધ્યક્ષ બનશે તો શું કરશે.

Previous Post Next Post