Ahmedabad : કોર્પોરેશનની સામાન્ય સભા તોફાની બની, શાસક -વિપક્ષ અનેક મુદ્દે આમને સામને

અમદાવાદ(Ahmedabad)  મહાનગરપાલિકાની આજે  સામાન્ય સભા(General Board)  મળી હતી. આ સામાન્ય સભામાં વિરોધપક્ષે અનેક મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા  AMCમાં સમાવવામાં આવેલા વિવિધ ગામમાં સુવિધાનો અભાવ શહેરમાં રસ્તા અને ડ્રેનેજના પાણીની સમસ્યા, મેટ્રો રૂટ પર મુસાફરો માટે પાર્કિગની વ્યવસ્થા સહિતના મુદ્દે વિરોધપક્ષે શાસકપક્ષ પર સવાલોનો મારો ચલાવ્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Oct 12, 2022 | 11:13 PM

અમદાવાદ(Ahmedabad)  મહાનગરપાલિકાની આજે  સામાન્ય સભા(General Board)  મળી હતી. આ સામાન્ય સભામાં વિરોધપક્ષે અનેક મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા  AMCમાં સમાવવામાં આવેલા વિવિધ ગામમાં સુવિધાનો અભાવ શહેરમાં રસ્તા અને ડ્રેનેજના પાણીની સમસ્યા, મેટ્રો રૂટ પર મુસાફરો માટે પાર્કિગની વ્યવસ્થા સહિતના મુદ્દે વિરોધપક્ષે શાસકપક્ષ પર સવાલોનો મારો ચલાવ્યો હતો.  સાથે જ બોપલ-ઘુમામાં સફાઈ મુદ્દે પણ બંને પક્ષ આમને સામને આવી ગયા હતા.. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે જે વિસ્તારોના મહાનગરપાલિકામાં સમાવવામાં આવ્યા છે તેમાં વિકાસ શા માટે નથી થઈ રહ્યો ? શા માટે કોઈ એક વિસ્તારમાં સાફસફાઈ મુદ્દે દેશના ગૃહપ્રધાનને દરમિયાનગીરી કરવી પડે છે ? આ સહિતના મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમનેસામને આવી ગયા હતા.

મેટ્રોમાં પાર્કિગની સુવિધા નહીં હોવાનો મુદ્દો મહાનગરપાલિકાની માસિક સામાન્ય સભામાં પણ ગુંજ્યો હતો.. આ મુદ્દે વિરોધપક્ષ અને શાસકપક્ષ આમને સામને આવી ગયા છે.. એક તરફ વિરોધપક્ષનું કહેવું છે કે કરોડોના ખર્ચ પછી પણ મેટ્રો ટ્રેનનો કોઈ જ અર્થ રહેતો નથી.. જ્યારે બીજી તરફ શાસકપક્ષનું કહેવું છે કે પાર્કિંગની વ્યવસ્થા માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.. આગામી સમયમાં જ્યારે ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થશે કે તરત જ પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવાનો દાવો શાસકપક્ષે કર્યો છે.

મેટ્રોના 32 સ્ટેશનમાં મોટાભાગના સ્ટેશન પાસે પાર્કિંગની સુવિધા નથી.. જેને કારણે મેટ્રોમાં નોકરી-ધંધે જતા મુસાફરોને પોતાના ખાનગી વાહનો પાર્ક કરવામાં તકલીફ પડી રહી છે.. મેટ્રોમાં જતા પહેલા વાહન ક્યાં પાર્ક કરવા તેને લઈને મુસાફરોમાં મૂંઝવણમાં છે

Previous Post Next Post