ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરાવી હોય તેવો આ પહેલો દાખલો હતો. વિજિલન્સે વિનોદની તપાસ હાથ ધરતા તે દુબઈ (Dubai) ભાગી ગયો હતો.
બુટલેગર વિનોદ સિંધીની દુબઈથી ધરપકડ
ગુજરાતના (ગુજરાત) કુખ્યાત બુટલેગર વિનોદ સિંધીની (બુટલેગર વિનોદ સિંધી) ધરપકડ કરવામાં આવી છે. આ બુટલેગર દૂબઈથી ઝડપાયો છે. ગુજરાતમાં રાજસ્થાનથી લઈ હરિયાણાથી દારૂ સપ્લાય કરતો હતો. મહત્વનું છે કે, વિનોદ સિંધી સામે પોલીસે રેડકોર્નર નોટિસ જાહેર કરી હતી. તે સમગ્ર રાજ્યમાં કોર્પોરેટ કંપનીની જેમ દારૂનો (દારૂ) ધંધો કરતો હતો. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરાવી હોય તેવો આ પહેલો દાખલો હતો. વિજિલન્સે વિનોદની તપાસ હાથ ધરતા તે દુબઈ (દુબઈ) ભાગી ગયો હતો.
બે દાયકાથી દારૂનો વેપાર કરતો હતો વિનોદ સિંધી
ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી દારૂનો વેપાર કરતાં વિનોદ સિંધીને પકડવા માટે વિજિલન્સની ટીમ આકાશ-પાતાળ એક કરી રહી હતી. ત્યારે એના પાસપોર્ટ નંબરની વિગત પોલીસને મળી અને ખબર પડી કે વિનોદ સિંધી ધરપકડના ડરે ભારત જ છોડીને દુબઈ જતો રહ્યો છે. એક કોર્પોરેટ કંપનીની જેમ દારૂનો વેપાર કરતા વિનોદ સિંધી અને તેના સાથીઓ જેમાં નાગદાન ગઢવી સહિતના મોટા બુટલેગરો સામેલ છે. તેની સાથે અમદાવાદના સોનુ સિયાપિયા અને અન્ય બુટલેગરો પણ સામેલ હતા.
બુટલેગર વિનોદ સિંધી સામે રેડકોર્નર નોટિસ
મળતી માહિતી પ્રમાણે, ગુજરાત પોલીસના મોટા મોટા પોલીસ કર્મચારીઓ હોય કે નાનો કોન્સ્ટેબલ એ વિનોદ સિંધીના ક્યાંક સંપર્કમાં હોય છે. કારણ કે તેને દારૂની ગાડી લાવવા માટે ક્યાંક મદદ થતી હોવાની પણ અગાઉ ચર્ચા થતી હતી. ત્યારે આ દિશામાં પણ પોલીસ તપાસ તેજ કરી છે. તમને જણાવી દઈએ કે, અગાઉ વિનોદ સિંધીનો સાથી નાગદાન ગઢવી પકડાઈ ચૂક્યો હતો, તેની 29 ઓડિયો ક્લિપે તમામ રાઝ ખોલી નાખ્યાં હતા. જેના આધારે વિનોદ સિંધીની ધરપકડ શક્ય બની હતી. પરંતુ તેને ખબર પડી ગઈ કે હવે વિજિલન્સ તેને પકડી શકશે, તે પહેલાં જ તે દુબઈ ભાગી ગયો હતો. હાલ કુખ્યાત બુટલેગર વિનોદ સિંધીની ધરપકડ થતા ગુજરાતમાં ક્યાં ક્યાં કોણ દારૂના નેટવર્કમાં સંડોવાયેલું છે તેના પરથી હવે પડદો ઊઠવાની શક્યતા છે.
(વીથ ઈનપૂટ- મિહિર ભટ્ટ, અમદાવાદ)