મેમનગરમાં સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં વિદ્યાર્થીનીઓને અશ્લીલ મેસેજ કરનાર પીટી ટીચરની પોલીસે ધરપકડ કરી છે. આરોપી વિધાર્થીનિઓને અશ્લીલ મેસેજ કરીને પરેશાન કરતો હતો.
ફોટો – આરોપી
અમદાવાદઃ મેમનગરમાં સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં (સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલ) વિદ્યાર્થીનીઓને અશ્લીલ મેસેજ કરનાર પીટી ટીચરની પોલીસે ધરપકડ કરી છે. આરોપી વિધાર્થીનિઓને અશ્લીલ મેસેજ કરીને પરેશાન કરતો હતો. પીટી ટીચરની અશ્લીલ હરક્તની જાણ વાલીઓને થતા તેઓએ સ્કૂલમાં હોબાળો કરીને ફરિયાદ કરી હતી. કોણ છે લંપટ ટીચર જોઈએ આ અહેવાલમાં.
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી ડો રવિરાજસિંહ ચૌહાણ છે. આ આમતો પીટીનો ટીચર છે. પરંતુ તેનું વર્તન હેવાનથી ઓછું નથી. અશ્લીલ માનસિકતા ધરાવતા આ ટીચરએ અનેક વિદ્યાર્થીઓને ઇન્સ્ટાગ્રામમાં અશ્લીલ મેસેજ કરીને પરેશાન કરી હતી. વિધાર્થીનીઓએ આ શિક્ષકથી એટલી કંટાળી ગઈ કે કલાસ ટીચરને ફરિયાદ કરી. પરંતુ તેમ છતાં કોઈ પગલાં નહિ લેવાતા અંતે ઘરમાં માતા પિતાને વાત કરી. દીકરીના મુખે શિક્ષકની અશ્લીલ વર્તન વિશે સાંભળીને માતા પિતા હચમચી ગયા. અને તેમને સ્કૂલમાં પહોંચીને હોબાળો કરીને પોતાનો રોષ વ્યકત કર્યો. તેમજ પીટી ટીચર વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટીમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.
આ અશ્લીલ ટીચર રવિરાજસિંહની હરકતો શિક્ષકની છબીને શર્મશાર કરતી છે. આરોપી ક્લાસમાં વિદ્યાર્થીઓના શરીરને સ્પર્શ કરતો હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં વિધાર્થીઓ તેના ક્લાસમાં આવતા ડરતી હતી. ટીચર વિધાર્થીનિઓને મેસજે કરતો હતો હતો કે આઈ લવ યુ. આઈ વોન્ટ યુ. યુ આર હોટ. તેમજ વિદ્યાર્થીનીઓને એકલા મળવા માટે પણ દબાણ કરતો હતો. આ માનસિક ત્રાસથી કંટાળીને 3 વિધાર્થીનીઓએ ફરિયાદ કરી. સ્કૂલ દ્વારા તપાસ કમિટીની રચના કરતા 7થી વધુ વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરતા સ્કૂલે શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે. હાલમાં પોલીસે શિક્ષકને પકડીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે, શિક્ષક છેલ્લા એક મહિનાથી નાસતો ફરતો હતો.
ઉલ્લેખનિય છે કે આ ટીચર વિરુદ્ધ 2017માં પણ સ્કૂલમાં એક વિદ્યાર્થી લાફો માર્યો હતો જેમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જેથી પોલીસે આ શિક્ષકે કેટલી વિધાર્થીનીઓને અશ્લીલ મેસેજ કર્યા છે જેને લઈ મોબાઇલ ફોન કબ્જે લઈ એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે શિક્ષકની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.