[og_img]
- ઉત્તરાખંડ હેલિકોપ્ટરમાં ભાવનગરની 3 દીકરીઓના કરુણ મોત
- ત્રણેય મૃતક યુવતીઓમાં 2 પિતરાઈ બહેનો હોવાનો ખુલાસો
- મૃતક કૃતિ બારડનો આજે જન્મદિવસ, પરિવાર શોકમાં ગરકાવ
ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટનામાં મૃતક 6 પૈકી ત્રણ મહિલાઓ ગુજરાતની ભાવનગરની હોવાનું સામે આવ્યું છે. ભાવનગરના દેસાઈનગરમાં રહેતી કાકા-દાદાની બે સગી બહેનોનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે, એક યુવતી શિહોરની હોવાનું સામે આવ્યું છે.
ઉત્તરાખંડમાં થયેલા હેલિકોપ્ટર કેસમાં દેસાઈનગરમાં રહેતા કૃતિ બારડ અને ઉર્વી બારોટ બંને કાકા દાદાની બહેનો છે. જોકે, આજે ઉર્વીનો જન્મદિવસ હતો ત્યારે જ તેના શોકના સમાચારથી પરિવારમાં ગમગીની ફેલાઈ ગઈ છે બંને બહેનોના મોતને પગલે આસપાસના લોકો અને તેના પરિવારમાં શોકનું મોજુ ફરી મળેલું છે.
ભાવનગરથી 14 તારીખના રોજ કેદારનાથ દર્શન માટે બંને બહેનો નીકળી હતી. તેમાં કૃતિનો આજે જન્મદિવસ હતો. જ્યારે, પૂર્વી જયેશભાઈ બારડ તેની નાની બહેન છે. જ્યારે, કૃતિના પિતા કમલેશભાઈ બારડ PGVCLમાં ફરજ બજાવે છે. બંને દીકરીના મોતને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ઉત્તરાખંડમાં બનેલા દુર્ઘટનામાં ભાવનગરની ત્રણ મહિલાઓ હોવાને લઈને શક્તિસિંહ ગોહિલ દ્વારા ટ્વીટ કર્યા બાદ બાદ સરકારી તંત્ર જાગૃત થયું હતું અને ભાવનગર સીટી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર જીકે વાળાએ આવીને તેના પરિવારને સાંત્વના આપી હતી. નાયબ મામલતદારે જણાવ્યું હતું કે બંને બહેનોના ઉત્તરાખંડ ગદર ચિઠ્ઠી પાસેના હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થયા છે જ્યારે, એક મહિલા શિહોરની હોવાનું જણાવ્યું હતું.
મૃતક દીકરીઓના નામ
ઊર્વી બારડ (દેસાઈનગર)
કૃતિ બારડ (દેસાઈનગર)
પૂર્વા રામાનુજ (સિહોર)