Ahmedabad: શહેરના રસ્તા પર ફરતી શંકાસ્પદ કારને લઇ તપાસ તેજ, વાયરલ થયો શંકાસ્પદ કારનો વીડિયો, કાર પાછળ લગાવેલી પ્લેટ ગેરકાયદે હોવાનું પોલીસનો ખુલાસો

અમદાવાદ શહેરના રસ્તા પર ફરતી શંકાસ્પદ કારને લઇ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એક શંકાસ્પદ ખાનગી કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં આપ જોઇ શકો છો કે, કાર પાછળ ઉચ્ચ અધિકારીઓને મળતી સિંગલ સ્ટાર વાળી પ્લેટ લગાવવામાં આવી છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: જયરાજ વાલા

ઑક્ટો 20, 2022 | સાંજે 6:16

અમદાવાદઃ અમદાવાદ શહેરના રસ્તા પર ફરતી શંકાસ્પદ કારને લઇ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એક શંકાસ્પદ ખાનગી કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં આપ જોઇ શકો છો કે, કાર પાછળ ઉચ્ચ અધિકારીઓને મળતી સિંગલ સ્ટાર વાળી પ્લેટ લગાવવામાં આવી છે. VIP નેતાઓની મુલાકાત સમયે જ સિંગલ સ્ટારવાળી ખાનગી કાર રસ્તા પર ફરતી જોવા મળતા સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે, કાર પાછળ લગાવેલી પ્લેટ ગેરકાયદે છે. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે.

પડતર માંગને લઈને BRTSના કર્મચારીઓ હડતાળ પર

અમદાવાદમાં BRTS ના કર્મચારીઓ બોનસ અને પગાર વધારા સહિત વિવિધ મુદ્દાઓને લઈ હડતાલળ પર ઉતર્યા છે.  વસ્ત્રાલ ડેપો ખાતે JBM કંપનીના BRTS કર્મચારીઓએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. ઉચ્ચ અધિકારી સાથે વહેલી સવારે વાટાઘાટો બાદ નિવારણ ન આવતા કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. હડતાળને પગલે વસ્ત્રાલ ડેપો ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

Previous Post Next Post