Ahmedabad: ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા કવાયત શરૂ, શહેરની પાંચ લાખ મિલકતોને લાભ થવાનું અનુમાન

અમદાવાદ(Ahmedabad)  શહેરમાં આશરે 5 લાખ જેટલી મિલકતોને કાયદાનો ફાયદો થશે એવું મનાઈ રહ્યું છે. આ હોસ્પિટલ, રહેણાંક ઇમારત, શાળા કોલેજ અને કોર્મશિયલ બાંધકામને પણ કાયદેસર કરાશે.આ કાયદાનો ફાયદો અમદાવાદના 30 ટકા લોકોને મળશે. ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ વચ્ચે જ ગેરકાયદે બાંધકામ(illegal Construction)  કરનારા માટે એક રાહતનો નિર્ણય સરકારે લીધો છે

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

ઑક્ટો 21, 2022 | 11:59 PM

અમદાવાદ(અમદાવાદ) શહેરમાં આશરે 5 લાખ જેટલી મિલકતોને કાયદાનો ફાયદો થશે એવું મનાઈ રહ્યું છે. આ હોસ્પિટલ, રહેણાંક ઇમારત, શાળા કોલેજ અને કોર્મશિયલ બાંધકામને પણ કાયદેસર કરાશે.આ કાયદાનો ફાયદો અમદાવાદના 30 ટકા લોકોને મળશે. ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ વચ્ચે જ ગેરકાયદે બાંધકામ(ગેરકાયદેસર બાંધકામ) કરનારા માટે એક રાહતનો નિર્ણય સરકારે લીધો છે.જે મુજબ હવે ઈમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદે બાંધકામને કાયદેસર કરી શકાશે.17મી ઓક્ટોબરથી તેને અમલમાં મૂકવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. જેમાં ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા ઇમ્પેક્ટ ફીનો નિયમ લાવવામાં આવ્યો છે.જેને કારણે અમદાવાદ શહેરમાં આશરે 5 લાખ જેટલી મિલકતોને કાયદાનો ફાયદો થશે એવું મનાઈ રહ્યું છે. આ હોસ્પિટલ, રહેણાંક ઇમારત, શાળા કોલેજ અને કોર્મશિયલ બાંધકામને પણ કાયદેસર કરાશે.આ કાયદાનો ફાયદો અમદાવાદના 30 ટકા લોકોને મળશે

સરકારનું માનવું છે કે આ નિર્ણયના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ફાયદો થશે. ઘરમાં સભ્યોની સંખ્યા વધવાથી કે કોઈ અન્ય કારણે લોકો ગેરકાયદેસર બાંધકામ કરવા માટે પ્રેરાતા હોય છે, આવામાં હવે આ બાંધકામોને ઈમ્પેક્ટ ફી લઈને કાયદેસર બનાવી શકાશે.તેથી જ આ નવા કાયદાનો લાભ લેવા પાલિકા લોકોને અપીલ પણ કરી રહી છે

જે કિસ્સામાં મળવાપાત્ર FSI 1.0 કરતા ઓછી હોય, રહેણાક સિવાય ઉપયોગ (દાત. વાણિજ્ય, શૈક્ષણિક, આરોગ્ય, ઔદ્યોગિક વગેરે)માં લેવાતા હોય, જે CGDCR પ્રમાણે મહત્તમ મળવાપાત્ર FSI કરતા 50 ટકા વધારે FSI થતી હોય, પ્લોટની હદની બહાર નીકળતા પ્રોજેક્ટ, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, પાણીના નિકાલ, ઈલેક્ટ્રિક લાઈન ગેસ લાઈન અને જાહેર ઉપયોગની સેવા પર ઉભા કરેલા બાંધકામો કાયદેસર કરી શકાશે નહીં.

આ સિવાય સરકારી સ્થાનિક સત્તામંડળોની જમીન પરના બાંધકામ, ચોક્કસ હેતુ માટે સંપાદન, ફાળવણી કરાયેલી જમીનો, જાહેર રસ્તામાં આવતી જમીનો, જળ પ્રવાહ અને જળસ્ત્રો જેવા કે તળાવ, નદી, કુદરતી જળપ્રવાહ વગેરે, ઓબ્નોક્ષિયસ અને હેઝાર્ડ્સ ઔદ્યોગિક વિકાસ હેતુ માટે નિયત કરાયેલા વિસ્તાર, શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા રમત-ગમતના મેદાન, ફાયર સેફ્ટીના કાયદા પ્રમાણે સુસંગત ના હોય, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીની જરુરિયાત જળવાતી ના હોય, રેરા કાયદા હેઠળ ઠરાવેલા બિનઅધિકૃત બાંધકામ. ગુજરાત ક્લિનિકલ એસ્ટોબ્લિશમેન્ટ કાયદા પ્રમાણે સુસંગત ન હોય તેવા બાંધકામોને પણ કાયદેસર કરી શકાશે નહીં.

أحدث أقدم