અમદાવાદ(Ahmedabad) શહેરના સિંધુ ભવન રોડ પર દિવાળીની રાત્રે વાહન ચાલકો માટે મુસીબતનો રોડ બની ગયો હતો. જેમાં દિવાળીની રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ રોડ પર બેફામ રીતે ફટાકડા ફોડ્યા હતા. જેમાં કારના બોનેટ પર અને ત્યાર બાદ રોડ પર જાહેરમાં રોકેટ ફોડ્યા હતા

અમદાવાદ સિંધુ ભવન રોડ
અમદાવાદ(અમદાવાદ) શહેરના સિંધુ ભવન રોડ પર દિવાળીની રાત્રે વાહન ચાલકો માટે મુસીબતનો રોડ બની ગયો હતો. જેમાં દિવાળીની રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ રોડ પર બેફામ રીતે ફટાકડા ફોડ્યા હતા. જેમાં કારના બોનેટ પર અને ત્યાર બાદ રોડ પર જાહેરમાં રોકેટ ફોડ્યા હતા. તેમજ આ લોકો આટલાથી ના અટકતા એક બોમ્બ ફરેલા બોક્સમાં એક ફટાડકો નાંખીને રોડ પર જ બોકસ મૂકીને ધમાલ મચાવી હતી. જો કે આ અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદમાં દિવાળી દરમિયાન અસામાજિક તત્વો રસ્તા વચ્ચે ફટાકડા ફોડતા જોવા મળ્યા હતા#TV9ન્યૂઝ pic.twitter.com/j17uD9O9qu
— ટીવી9 ગુજરાતી (@tv9gujarati) 25 ઓક્ટોબર, 2022
0 comments:
Post a Comment