Ahmedabad : ઠક્કરબાપાનગર અને નિકોલ સહિતની વિધાનસભા બેઠક માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, આ દાવેદારોને મળ્યું સમર્થન

ઠક્કરબાપાનગર વિધાનભા બેઠક માટે ચાલુ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા, પૂર્વ એએમટીએસ ચેરમેન તેમજ કોર્પોરેટર અશ્વિન પેથાણીએ (Ashwin Pethani) પોતાની દાવેદારી નોંધાવી છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: મમતા ગઢવી

ઑક્ટો 29, 2022 | 7:14 AM

ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠકની (ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક) પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ચાલુ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા, પૂર્વ એએમટીએસ ચેરમેન તેમજ કોર્પોરેટર અશ્વિન પેથાણીએ (અશ્વિન પેથાણી) ઠક્કરબાપાનગર માટે પણ પોતાની દાવેદારી નોંધાવી છે. આ દરમિયાન વલ્લભ કાકડિયાએ જણાવ્યું કે જ્યાંથી હું ધારાસભ્ય છું ત્યાંથી જ દાવેદારી નોંધાવી છે. સાથે જ તેમણે કહ્યું કે પાર્ટી (ભાજપ) તરફથી દરેક કાર્યકર્તાઓને સાભળવામાં આવે છે.

વિશ્વકર્માને સમર્થન આપવામાં આવ્યું

તો એલિસબ્રિજ, બાપુનગર અને ઠક્કરબાપા નગર બાદ સાંજે નિકોલ વિધાનસભાની સેલ્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. નિકોલ વિધાનસભા માટે એકમાત્ર ચાલુ ધારાસભ્ય અને પ્રધાન જગદીશ વિશ્વકર્માનો પ્રસ્તાવ તેમના સમર્થકો દ્વારા મૂકવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, જગદીશ વિશ્વકર્માના નામનો એક લીટીનો પ્રસ્તાવ મૂકી અને સમર્થન આપવામાં આવ્યું હતું.

નિકોલ બેઠક પરથી લડવા અનેક દાવેદારો મેદાનમાં

તો બીજી  તરફ નિકોલ વિધાનસભા બેઠક પર જગદીશ વિશ્વકર્મા ઉપરાંત હીરાના ઉદ્યોગપતિ નરસી કાનાણી અને AMAના સેક્રેટરી ડૉ. વસંત પટેલે પણ દાવેદારી નોંધાવી છે.  તો આ બેઠક પર પ્રથમવાર કોઈ મહિલાએ પણ દાવેદારી નોંધાવી છે.  3 ટર્મથી નિકોલના કોર્પોરેટર રહી ચૂકેલા મધુ પટેલે પણ નિકોલ પરથી દાવેદારી નોંધાવી છે. એટલે કે નિકોલ વિધાનસભા બેઠક પર હવે જગદીશ વિશ્વકર્મા સિવાય પણ મોટા માથા મેદાને છે.

Previous Post Next Post