આ પ્રોજેક્ટ માટે આશરે રૂ. 3500 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સથી કામગીરીની સમીક્ષા કરશે જે બાદ માર્ગદર્શન પણ આપશે.
છબી ક્રેડિટ સ્ત્રોત: TV9
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi ) ડ્રીમ પ્રોજેક્ટ સમા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સને સાકાર કરતા લોથલ (લોથલ) ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના (નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ) સ્થળે ચાલી રહેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરશે. ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાનો વિકાસ કરી રહ્યું છે. જે અંતર્ગત એક સમયે મહત્વના ગણાતા લોથલ બંદરને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.
આ પ્રોજેક્ટ માટે આશરે રૂ. 3500 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સથી કામગીરીની સમીક્ષા કરશે જે બાદ માર્ગદર્શન પણ આપશે. મહત્વનું છે કે આ પ્રોજેક્ટ માટે એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકારના બે વિભાગોએ MOU કર્યા હતા અને કેન્દ્રીય બજેટમાં પણ આ અંગે જાહેરાત કરાઈ હતી.
હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર
લોથલ હડપ્પન સંસ્કૃતિના અગ્રણી શહેરોમાંનું એક હતું અને સૌથી જૂના માનવસર્જિત ડોકયાર્ડની શોધ માટે જાણીતું છે. લોથલને વિશ્વ કક્ષાના આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી લાવવા માટે કામ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા પ્રવાસન ક્ષમતાને વેગ મળશે. જેથી પ્રદેશના આર્થિક વિકાસમાં પણ વધારો થશે. માર્ચ 2022માં આ સંકુલનું કામ શરૂ થયું હતું.. તેમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી બનાવવા માટે લોથલ મિની રિક્રિએશન જેવી ઘણી નવીન અને અનન્ય સુવિધાઓ હશે.
આ ઉપરાંત ચાર થીમ પાર્ક પણ હશે, જેમાં મેમોરિયલ થીમ પાર્ક, મેરીટાઇમ અને નેવી થીમ પાર્કની સાથે ક્લાઈમેટ થીમ પાર્ક હશે તો સાથે જ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્કનો સમાવેશ કરાયો છે. અહીં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ બનાવાઈ રહ્યું છે. હડપ્પન સમયથી શરૂ કરીને અત્યાર સુધી ભારતના દરિયાઈ વારસાને પ્રકાશિત કરતી 14 ગેલેરીઓ પણ બનાવાનું આયોજન છે.
19 ઓક્ટોબરથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાત
નોંધનીય છે કે વડાપ્રધાન 19 ઓક્ટોબરથી ગુજરાતના ઝંઝાવાતી પ્રવાસે છે, ગુજરાત વિધાનસભા ચૂંટણી (ગુજરાત વિધાનસભા ચૂંટણી) જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રીય નેતાઓના પ્રવાસ પણ વધી ગયા છે, ત્યારે વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. PM મોદી (PM મોદી) 19 ઓક્ટોબરના રોજ રાજકોટના પ્રવાસે આવશે. તેઓ રાજકોટને ત્રણ ઓવરબ્રિજની ભેટ આપશે. 19 ઓક્ટોબરે રાજકોટમાં (રાજકોટ) PM મોદીનો રોડ શો યોજાશે. રાજકોટ એરપોર્ટથી રેસકોર્ષ સુધી PM મોદીનો રોડ શો યોજાશે. ઉપરાંત PM મોદી રાજકોટવાસીઓને વિકાસની ભેટ પણ આપશે. રાજકોટમાં વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધશે.