આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે (Alia Bhatt and Ranbir Kapoor) 14 એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિનાઓ પછી બંનેએ તેમના આવનાર બાળકના ‘ગુડ ન્યૂઝ’ ફેન્સ સાથે શેયર કર્યા.
બોલિવૂડનું સૌથી પોપ્યુલર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. પોતાની ફિલ્મની સફળતાની સાથે આલિયા ભટ્ટ પોતાની પ્રેગ્નન્સીને પણ એન્જોય કરી રહી છે.
આજે દશેરાના શુભ મુહૂર્ત પર આલિયાના બેબી શાવરની વિધિ થઈ રહી છે. આ વિધિ માટે તેના મિત્રો સાથે તેનો પરિવાર પણ તેની સાથે જોવા મળ્યો છે.
આલિયાએ પીળા રંગનો અનારકલી સૂટ પહેર્યો છે, જ્યારે પાપા રણબીર કપૂર પીચ રંગના ટ્રેડિશનલ કપડામાં જોવા મળી રહ્યો છે.
રણબીર કપૂરની બહેન રિદ્ધિમા અને આલિયાના કેટલાક મિત્રોએ તેમના ફોટા સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે. આ તસવીરોમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી છે.
આલિયાએ તેના મિત્રો સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. અનુષ્કા રંજન પણ આ ફંક્શનમાં જોવા મળી હતી.