Amreli: બાવળ ગામે પશુઓના અવેડામાં ઝેરી યુરિયા નાખી દેવાતા ગામ લોકોમાં રોષ, જવાબદારો સામે કાર્યવાહી કરવાની ઉઠી માગ

Amreli: વડિયાના બાવળ ગામે કેટલાક અસામાજિક તત્વો પશુઓના અવેડામાં યુરિયા નાખી જતા ગામલોકોમાં રોષ ફેલાયો છે. પશુઓને મારી નાખવા માટે આ પ્રકારનું ષડયંત્ર રચાયુ હોવાનો ગામલોકોનો આરોપ છે. હાલ ગામલોકોએ વડિયા પોલીસને જાણ કરી જવાબદારોને તાત્કાલિક પકડી કાર્યવાહી કરવાની માગ કરી છે.

TV9 ગુજરાતી

| સંપાદિત: મીના પંડ્યા

ઑક્ટો 25, 2022 | 8:18 PM

અમરેલી (અમરેલી) જિલ્લામાં આવેલ વડીયાના બરવાળા બાવળ ગામે પશુઓને પાણી પીવા માટેનો અવેડો આવેલો છે. જેમાં અસામાજીક તત્વો દ્વારા ગામના પશુઓને મોતને ઘાટ ઉતારવા માટે ષડયંત્ર રચી પાણીમાં ઝેરી યુરિયા (યુરિયા) નાખી દેવાતા ગ્રામજનો (ગામવાસીઓ)માં રોષ ફેલાયો છે. અહીં સવારે પ્રથમ પશુને લઈ ખેડૂત પાણી પીવા લાવતા ધ્યાને આવતા ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનો એકઠા થયા અને રોષ વ્યકત કર્યો, જ્યારે અહીં ગામની એક ગૌશાળા આવેલી છે તેની બાજુમાં આ પાણી ભરેલો અવેડો આવેલો છે. જ્યાં ગામના અને ગૌશાળાના ગાય,ભેંસ સહિત પશુઓ અહીં પાણી પીવા આવે છે. જેથી પશુઓને મોતને ઘાટ ઉતારવા માટે કેટલાક અસામાજીક તત્વો દ્વારા ષડયંત્ર રચાયું હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

આ ઘટના સામે આવતા ગ્રામજનોમાં રોષનો માહોલ છવાયો છે, ગામમાં મોટી સંખ્યામાં પશુઓ છે તેવા સમયે નારાજગી છવાઈ છે, વડીયા પોલીસને જાણ કરતા વડીયા પોલીસ દોડી આવી અને તપાસ હાથ ધરી છે આ બનાવને લઈ વડીયા પોલીસ ખાનગી રાહે ગ્રામ્ય વિસ્તારમાં તપાસ શરૂ કરી છે. ગ્રામજનોની માંગ છે આ યુરિયાનું પાણી નાખનારા લોકોની તપાસ કરી કાર્યવાહી કરવા માંગ ઉઠાવી છે. રાજાભાઈ ગઢવીએ જણાવ્યું અહીં ગામનો પશુ માટે પાણી ભરેલો અવેડો છે, અહીં કોઈ યુરિયા ખાતર નાખી ગયું અમારા માલ મરી જશે તો જવાબદારી કોની? તાત્કાલિક આની તપાસ કરી કાર્યવાહી કરી ધરપકડ કરવા માંગ કરી રહ્યા છે.