[og_img]
ગત રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠામાં (banaskantha) અંબાજીની મુલાકાતે હતા. ત્યારે અંબાજી જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં લોકોએ તેમનું હોશભેર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન (PM Modi) નરેન્દ્ર મોદી જ્યારે કારમાં જઈ રહ્યા હતા ત્યારે લોકોએ તેમની કાર ઉપર પુષ્પ વર્ષા કરી હતી અને મોદી મોદીના નારા લગાવીને વડાપ્રધાનને આવકાર્યા હતા. તો કારમાં બેઠેલા વડાપ્રધાને પણ હાથ હલાવીને સૌનુ અભિવાદન ઝીલ્યું હતું. નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ બનાસકાંઠામાં 7200 કરોડ કરતા વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાત મુર્હુત કર્યા હતા.
શુક્રવારે 30મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા (Banaskantha)જિલ્લામાં રૂ.7908 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જે અંતર્ગત બનાસકાંઠાથી વડાપ્રધાન સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી,(PMJAY) પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના (વિકસતી જાતિ કલ્યાણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કુલ રૂ.1967 કરોડના ખર્ચે તૈયાર થયેલા 53,172 થી વધુ આવાસોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. જેમાં 8633 આવાસોનું ખાતમુહૂર્ત અને 53172 આવાસોનું લોકાર્પણ કર્યું હતું.