Banaskantha: તળાવ ભરવાની માગ સાથે ખેડૂતો ફરીથી આંદોલનના માર્ગે

મલાણા તળાવ ભરવામાં ન આવતા આસપાસના 50 ગામોના ખેડૂતોને સિંચાઈના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ પાણીના તળ ઊંડા જતા સિંચાઈની સાથે પશુપાલનના વ્યવસાય પર પણ માઠી અસર પડી છે. જેથી ખેડૂતોએ તળાવ ભરવાની ઉગ્ર માગ કરી છે અ

TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Oct 12, 2022 | 9:10 AM

બનાસકાંઠા  (Banskantha) જિલ્લામાં તળાવ ભરવાની માગ સાથે ફરી ખેડૂતોએ  (Farmer) આંદોલનનો માર્ગ અપનાવ્યો  હતો. પાલનપુર પાસે મલાણા તળાવમાં પાણી ભરવાની જાહેરાત બાદ  પણ લાંબા સમય સુધી તળાવ ન ભરાતા ખેડૂતોએ  મતદાન  ન કરવા સુધીની  ચીમકી ઉચ્ચારી છે.  વારંવારની રજૂઆત બાદ ધરણા, રેલી અને આંદોલન બાદ તળાવ ભરવામાં ન આવતા આખરે 300થી વધુ ખેડૂત આગેવાનોએ પારપડા ગામે બેઠક યોજી હતી.  જયાં ખેડૂતોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું, ચૂંટણી  (Election) પહેલા મલાણા તળાવ  (lake) ભરવા માટે કાર્યવાહી નહીં થાય તો એક પણ નેતાને ગામમાં પ્રવેશવા નહીં દઈએ અને વિધાનસભા ચૂંટણી બહિષ્કાર કરીશું.

નોંધનીય છે કે  મલાણા તળાવ ભરવામાં ન આવતા આસપાસના 50 ગામોના ખેડૂતોને સિંચાઈના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ પાણીના તળ ઊંડા જતા સિંચાઈની સાથે પશુપાલનના વ્યવસાય પર પણ માઠી અસર પડી છે. જેથી ખેડૂતોએ તળાવ ભરવાની ઉગ્ર માગ કરી છે અને કહ્યું  છે કે  જો અહીં સમયસર  પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો  તેમના ખેતી અને પશુપાલનના કામ ઉપર પણ અસર પડે છે. બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે.

આ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જોકે, જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર પંથકમાં અન્ય સિંચાઇની કેનાલ કે ડેમની વ્યવસ્થા ન હોવાને કારણે આ વિસ્તારના ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે પાલનપુરના મલાણા સહિત 50 ગામના ખેડૂતો દ્વારા અગાઉ મલાણાનું તળાવ ભરવાની રજૂઆત કરવામાં આવી હતી.

أحدث أقدم