Friday, October 14, 2022

મા-દીકરાના અવાજે જીત્યુ લોકોનું દિલ, લોકો એ કહ્યું - Best duo !

સોશિયલ મીડિયા પર તમે સિંગિંગને લગતા અનેક વીડિયો અપલોડ થતા જોયા હશે. આ વીડિયોમાં જે લોકોનું સિંગિંગ એટલુ અદ્દભુત હોય છે કે તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા હોય છે. હાલમાં મા-દીકરા સિંગિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.

મા-દીકરાના અવાજે જીત્યુ લોકોનું દિલ, લોકો એ કહ્યું - Best duo !

વાયરલ વિડીયો

છબી ક્રેડિટ સ્ત્રોત: Instagram

વાયરલ સિંગિંગ વીડિયો: દુનિયામાં લગભગ દરેક વ્યક્તિને ગીત ગાવુ કે સાંભળવુ પસંદ હોય છે. જેમને સંગીત પ્રત્યે પ્રેમ હોય છે તેઓ રોજ ગીત સાંભળતા હોય છે. લોકોને સંગીત એટલુ પસંદ હોય છે કે તેઓ પોતાના ખરાબ અવાજમાં પણ તેને ગાવાનો પ્રયત્ન કરે છે. દરેક વ્યક્તિની સંગીતની પસંદગી અલગ અલગ હોય છે. કેટલાક લોકોને પાર્ટી તો કેટલાક લોકોને આધુનિક બોલિવૂડના ગીતો તો કેટલાક લોકોને જૂના બોલિવૂડના ગીતો સાંભળવા પસંદ હોય છે. સોશિયલ મીડિયા પર તમે સિંગિંગને લગતા અનેક વીડિયો અપલોડ થતા જોયા હશે. આ વીડિયોમાં જે લોકોનું સિંગિંગ એટલુ અદ્દભુત હોય છે કે તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા હોય છે. હાલમાં મા-દીકરાા સિંગિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (વાઈરલ વિડીયો) થયો છે.

આ વાયરલ વીડિયોમાં એક મા-દીકરાની જોડી દેખાય રહી છે. આ વીડિયોમાં સોન્ગ ગાવાની શરુઆત પહેલા દીકરો કરે છે. તે ‘જબ વી મેટ’ ફિલ્મનું ‘આઓગે જબ તુમ ઓ સાજના’ સોન્ગ પોતાના સુંદર અવાજમાં ગાઈ છે. તેના પછી તેની મા લતા મંગેશકરના સોન્ગ ‘રહે ન રહે હમ’ ગાતા જોવા મળે છે. જે બાદ બન્ને સુંદર અવાજમાં એક જ સોન્ગ ગાવા લાગે છે. તેમનો અવાજ સાંભળી લોકો તેમના ચાહક બની ગયા છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ સરસ મજાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર aadi2k01 નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 1 લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે. હજારો લાઈક મેળવનારા આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે, વાહ, કેટલો સરસ અવાજ છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, તમારે સિંગિંગ શોમાં ભાગ લેવો જોઈએ. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આવા બીજા વીડિયો પણ અપલોડ કરતા રહેજો. ઘણા લોકો કહી રહ્યા છે કે મા નો અવાજ અલકા યાજ્ઞિક જેવો જ લાગે છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.